કોરોનાનો કહેર:જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોવિડ-19ના આંક ડબલ ડિજિટમાં: ધ્રાંગધ્રમાં કોરોનાથી બીજુ મોત

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે સુરેન્દ્રનગર શહેરમાં જ 13 અને સાયલના ભાડુકામાં 1 પોઝિટિવ

જિલ્લામાં કોરોનાનો સતત ત્રીજા દિવસે આંક ડબલ ડિજિટમાં આવ્યો હતો. રવિવારે 17, સોમવારે 10 કેસ સામે આવ્યા બાદ મંગળવારે પણ 14 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 13 કેસ સુરેન્દ્રનગર શહેરના છે. જયારે એક કેસ સાયલા તાલુકામાં નોંધાયો છે. બીજી તરફ ધ્રાંગધ્રામાં કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મોત થયુ છે. મોત અને ધ્રાંગધ્રા પંથકમાં કોરોનાના કેસને ધ્યાને લઇ સચીવ ધ્રાંગધ્રાની મુલાકાતે દોડી ગયા હતા. અમદાવાદ મ્યુનીસીપલમાં કોવીડની ફરજ બજાવતા ડોકટર અને ડ્રાઇવરને કોરોના આવ્યો છે. પરંતુ આ કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગણાશે નહી. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 13 અને પોઝિટિવ દર્દીની સંખ્યા 252 થઇ છે.

રતનપરમાં એક જ પરિવારના 3 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો
સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા 55 વર્ષીય મહિલા, બસ સ્ટેશન પાછળ રહેતા 85 વર્ષીય વૃધ્ધ, કડીયા સોસાયટીમાં રહેતા 22 વર્ષીય યુવાન, વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વૃધ્ધ, જોરાવરનગરમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધ અને જોરાવરનગરના લાતીપ્લોટમાં રહેતી 34 વર્ષીય મહિલા, જોરાવરનગર રામજી મંદિર પાસે રહેતા 49 વર્ષીય પુરૂષ, જોરાવરનગરમાં રહેતા 74 વર્ષીય વૃધ્ધ, રતનપરના એક જ પરિવારના 3, સુરેન્દ્રનગની આર્ટસ કોલેજ સામે અને જોરાવરનગર  સહિત13 વ્યકિતને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યાર. સાયલા તાલુકાના ભાડુકા ગામના જયશ્રીબેન પોપટલાલ પટેલ થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે સુરતથી આવ્યા હતા. જયશ્રીબેનો કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવતા સાયલા મામલતદાર તેમજ આરોગ્ય અધિકારી સહિતનાઓ દોડી ગયા હતા.

ધ્રાંગધ્રામાં કોરોનાના કેસને લઇ પ્રભારી સચીવની મુલાકાત
ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં રહેતા કોરોનાગ્રસ્ત 65 વર્ષીય અનવરભાઈ અલીભાઇ ડેડીવાલાનું મંગળવારે મોત નીપજ્યું હતું. અગાઉ એકતા પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધનુ મોત થયુ હતુ. આમ ધ્રાંગધ્રામા કોરોનાથી બેના મોત અને એક અઠવાડિયામા 7 જેટલા કોરોના કેસ નોંધાતા જિલ્લાના પ્રભારી સચીવ રવિશંકર દોડી આવ્યા હતા.ઉચ્ચ અધિકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેરમા ફરી તપાસ કરી હોસ્પિટલની મુલાકાત લઈ પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લોકોને માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવા, ક્વોરન્ટાઇનનો કડક અમલ કરવા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ અપાઇ હતી.

લીંબડીના ડૉક્ટર, ડ્રાઈવરને કોરોના
લીંબડી સિવિલ હોસ્પિટલના ડૉ. ચિરાગ શ્રીગોડ અને ડ્રાઈવર રાજુ ચૌહાણ અમદાવાદ AMC કોવીડ-19ની ફરજ બજાવતા હતાં. મંગળવારે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ બન્ને કોરોના કેસ સુરેન્દ્રનગર નહીં અમદાવાદમાં નોંધાશે તેવું જાણવા મળ્યું છે.

10 કોરોનાગ્રસ્ત દર્દીને રજા અપાઇ
મંગળવારે સુરેન્દ્રનગરના ભરતભાઇ માલણ, વૈભવીબેન ઠાકર, સગુણાબેન, ભગવતીબેન પટેલ, નમો નારાયણ મીણા, ક્રિષ્નાબેન પ્રદીપભાઇ, રીયાબેન જીવાણી, ધ્રાંગધ્રાના જયશ્રીબેન રાવલ, લીંબડીના કનકબેન પ્રફુલ્લચંદ્ર અને પ્રફૂલ્લચંદ્ર ભોગીલાલને તા. 7 જુલાઇએ રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...