તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:ઝાલાવાડમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક શૂન્ય, 3 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસ 40

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના ઓછા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોરોનાનો એકપણ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી. સોમવાર બાદ મંગળવારે પણ કોરોના નિલ રહેતા હજુ ફેબ્રુઆરી માસમાં કોરોનાએ ખાતુ ખોલાવ્યુ નથી. બીજી તરફ મંગળવારે 3 દર્દી રીકવર થયા હતા ઓછા કેસો આવતા અને કોરોનાના દર્દીઓ રીકવર થતા હાલ જિલ્લામાં એકટીવ કેસ 40 થઇ ગયા છે.. જિલ્લામાં કોરોનાની રસીના આગમન બાદ કોરોના જાણે કૂણો પડયો હોય તેમ ઓછા કેસ સામે આવી રહ્યા છે.

તા. 16 જાન્યુઆરીએ કોરોનાની રસીના આગમન બાદ જાન્યુઆરી માસમાં જ 3 દિવસ એવા રહ્યા કે જે દિવસે કોરોના નિલ રહ્યો હોઇ. જાન્યુઆરી માસના અંતીમ દિવસે તા. 31 જાન્યુઆરીએ કોરોનાના જિલ્લામાં 2 કેસ નોંધાયા બાદ તા. 1 ફેબ્રુઆરી કોરોના નિલ રહ્યો હતો. જયારે આજે મંગળવારે પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લાનું કોરોના મીટર 3433 પર સ્થીર રહ્યુ છે. બીજી તરફ વધુ 3 દર્દીઓએ કોરોનાને હરાવતા કોરોનામુકત દર્દીઓનો આંક વધીને 3166 પર પહોંચ્યો છે. છેલ્લે 19 જાન્યુઆરીએ કોરોનાથી મોત બાદ 14 દિવસથી કોરોનાથી કોઇનું મોત જિલ્લામાં થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો