તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં જળનો વેડફાટ:રણમાં 14મી વખત 70 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળતાં પાયમાલીનું મંજર, બીજી બાજુ મીઠું પકવતા અગરિયાઓને પીવાનાં પાણીનાં વલખાં

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
અભયારણ્ય વિભાગ મીઠું પકવતા અગરિયાઓ માટે પીવાના પાણીની પાઇપલાઇનની મંજૂરી આપતો નથી. - Divya Bhaskar
અભયારણ્ય વિભાગ મીઠું પકવતા અગરિયાઓ માટે પીવાના પાણીની પાઇપલાઇનની મંજૂરી આપતો નથી.

રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાના પાણીનો બેરોકટોક વ્યય થાય છે. આ વર્ષે હાલમાં રણમાં 14મી વખત 70 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળતાં પાયમાલીનું મંજર જોવા મળ્યું હતું. એક બાજુ, અભયારણ્ય વિભાગ ઘૂડખરને નુકસાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી અને બીજી બાજુ, રણમાં નર્મદાનું પાણી વેડફાતાં હજારો અગરિયા પરિવારો માટે એકબાજુ કૂવો ને બીજી બાજુ ખાઇ જેવો હાલ થવા પામ્યા છે.

આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને પૂરું પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં વેડફાય છે
આ અંગે ઝીંઝુવાડા રણના ભરતસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો