સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાનાં વિજળીયા ગામના લોકો દ્વારા ઉતરાયણ પર્વ પહેલા આખા ગામમાંથી લોક ફાળો એકત્ર કરી ગામ સમસ્ત આવેલા લોકફાળાની જે રકમ ભેગી થાય તેમાંથી ગૌ માતા માટે ઘાસચારો વેચાતો લઈ તે તમામ લોકફાળાની રકમ ગૌ માતા માટે વાપરવામા આવે છે.
તે ઘાસચારો જે વાહનો દ્વારા લાવવા લઈ જવા માટે ઉપયોગમા લેવામાં આવે છે, તે તમામ વાહનો ગામ સમસ્ત ફ્રી સેવા આપે છે. તો આ વર્ષે વિજળીયા ગામ સમસ્ત લોકફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જેની રકમ બે લાખ સીત્તેર હજાર એકઠી કરવામાં આવી હતી. જેમાંથી લીલી તેમજ સુકી જુવાર (કડબ) વીસ ટ્રેક્ટર તેમજ સાત યુટીલીટી કુલ 27 સત્યાવીસ વાહનો દ્વારા જુવાર કડબ ભરીને કચ્છનાં નાના રણમાં આવેલ વચ્છરાજ બેટ વિર વચ્છરાજ ધામમાં લઇ જવામાં આવી હતી.
ઝીંઝુવાડા રણના વિર વચ્છરાજબેટમાં અસંખ્ય ગાયોની ગૌશાળામાં ગાયો માટે આ ઘાસચારો વેચાતો લઈ ત્યાં આજે કુલ 27 વાહનો દ્વારા પહોચાડીને વિજળીયા ગામ સમસ્ત દ્વારા પરમાર્થનું સરાહનીય કામ કરી સેવાં પરમો ધર્મનાં સુત્રને સાર્થક કરવામાં આવ્યું છે. આમ, થાનના વિજળીયાના ગ્રામજનો દ્વારા ગૌચારા માટે રૂ. 2.70 લાખની સહાય કરી જીવદયા અને માનવતાની અનોખી મહેંક પ્રસરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.