રસીનો અમૃત મહોત્સવ:આજથી 75 દિવસ સુધી 18 વર્ષથી ઉપરનાને વિના મૂલ્યે ડોઝ અપાશે, 30.51 લાખથી વધુને બુસ્ટર ડોઝ આપવાના બાકી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીનો અમૃત મહોત્સવ 27 સપ્ટેમ્બર સુધી જિલ્લાનાં તમામ સરકારી દવાખાનામાં ડોઝ અપાશે
  • રૂ. 387.50 આપીને માત્ર 191 વ્યક્તિએ જ બુસ્ટર ડોઝ લીધો, શરૂમાં 50305 વ્યક્તિને બુસ્ટર ડોઝ અપાયા હતા

જિલ્લામાં કોરોનાની રસી આપવાના અભિયાનનો તંત્રે આરંભ કર્યો હતો, જેમાં 3102251 લોકોને રસીના 2 ડોઝ આપી દીધા હતા. 60 વર્ષથી મોટી ઉંમરના 50305 લોકોને બુસ્ટર ડોઝ આપી દીધો હતો. આમ કુલ 3051946 લોકોને બુસ્ટર ડોઝ આપવાનો બાકી હતો.

જેમને આજથી વિનામૂલ્યે ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં આરોગ્ય વિભાગે 12 વર્ષથી લઇને 60 વર્ષથી મોટી ઉંમરના કુલ 3102251 લોકોને રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકારી હૉસ્પિટલોમાં વિનામૂલ્યે રસી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતંુ અને ખાનગી હૉસ્પિટલમાં રૂ. 387.50 આપીને લોકોને રસી આપવાની શરૂઆત કરી હતી પરંતુ પૈસા આપીને જિલ્લામાં માત્ર 191 વ્યક્તિએ જ બુસ્ટર ડોઝ લીધો હતો. સરકારે ફરી પરિપત્ર કરીને 15મીથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામને વિનામૂલ્યે ડોઝ આપવાની જાહેરાત કરી હતી.

75 દિવસ એટલે કે તા. 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાની સરકારની સૂચના છે. આજથી જે વિના મૂલ્યે બુસ્ટર બોઝ આપવાના છે તેના માટે તમામ સરકારી દવાખાનાઓમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે લોકોનો રસી લેવાનો સમય થઇ ગયો છે તેમને આરોગ્ય કર્મચારીઓ ફોન કરીને રસી લેવા માટે પણ જણાવવામાં આવી રહ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...