ફૂટ પેટ્રોલિંગ:સુરેન્દ્રનગરમાં ટ્રાફિકનું ફૂટ પેટ્રોલિંગ; 1 રિક્ષાચાલક, 3 લારીધારક સામે ફરિયાદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાતા રોડ પર આડધેડ વાહનો પાર્ક કરતા અને લારીધારકોમાં દોડધામ મચી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાતા રોડ પર આડધેડ વાહનો પાર્ક કરતા અને લારીધારકોમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ત્યારે એસપીની સૂચનાથી ટ્રાફિક તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જેમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વસ્તી સાથે વિસ્તાર વધી રહ્યો છે. સાથો સાથ નાના મોટા વાહનોની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ શહેરના મુખ્ય માર્ગો તેના તે જ રહ્યા હોવાથી દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો, બજારો સહિતના સ્થળો આડેધડ વાહનો, લારીઓના અડીંગાઓથી રાહદારીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી તેમજ ટ્રાફિક પોલીસના સ્ટાફની સાથે સુરેન્દ્રનગર શહેરના ટાવરથી એસટી ડેપો સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 1 રીક્ષા ચાલક સામે ગુનો નોંધી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. આ ઉપરાંત શહેરના મેઇન રોડ ઉપર 3 લારીધારક સામે ગુનો દાખલ કરી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...