ફૂડ સેફ્ટી વિભાગના દરોડા:જિલ્લામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફૂડ સેફ્ટી વિભાગના દરોડા ,11 નમૂના લેવાયા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જુદી જુદી દુકાનો પર ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જુદી જુદી દુકાનો પર ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
  • સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ, થાન, ધ્રાંગધ્રામાં દરોડા

લોકોને મિઠાઇ, ફરસાણ, નમકીન વગેરે આરોગ્યપ્રદ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ વિભાગે દરોડા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના કારણે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ કાર્યવાહીમાં ભેળસેળ માલૂમ પડશે તો એકમના વેપારી સામે પણ દંડાત્મક કાર્યવાહીની ચીમકી પણ અપાઈ હતી. ત્યારે કામગીરી દરમિયાન વઢવાણ, રતનપર, સુરેન્દ્રનગર, થાન તેમજ ધ્રાંગધ્રા સહિતના સ્થળોએ દરોડા પાડીને 11 નમૂના લઇને તેને લેબોરેટરીમાં મોકલી દેવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર -વઢવાણ શહેર તેમજ 10 તાલુકામાં ફૂડ ઇન્સ્પેકટર સહિતની ટીમો દ્વારા મિઠાઇ, ફરસાણ, નમકીન વગેરેની દુકાનોમાં દરોડા પાડવા સાથેની નમૂના લેવાઇ રહ્યા છે. જો કે, હાલ ફૂડ વિભાગની કચેરીમાં સ્ટાફની ઘટના કારણે કામગીરીમાં પણ અધિકારી સહિતનો સ્ટાફ મુશ્કેલી વેઠી રહ્યો છે. રૂટીન દિવસો દરમિયાન મહિનામાં અંદાજે 9 જેટલા સેમ્પલો લવામાં આવી રહ્યાં છે. ત્યારે ખાદ્યપદાર્થની ચીજવસ્તુઓનું વેચાણકર્તા પર ફૂડ વિભાગની બાજ નજર રહી હતી. ત્યારે સુરેન્દ્રનગર, રતનપરત, વઢવાણ, થાન તેમજ ધ્રાંગધ્રાના જુદા જુદા સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કે.ડી.વાઘેલા સહિતની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 11 ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ ચેકિંગમાં બરફીલૂઝ, અંજીરબરફીલૂઝ, કાજૂકતરી, ગુલાબજાંબુ, બટર સ્કોપ બરફી, તીખા ગાઠીયા, મોહનથાળ, કેસર પૈંડા, તીખી પાપડી, ચક્કરી, કેસરકાલાગંદ સહિતના નમૂના લેવાયા હતા. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી કે.વી.ડાભીએ જણાવ્યું કે, ચેકિંગની કામગીરી ચાલુ છે. હાલ 11 નમૂના લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...