તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટછાટ:મોરબીના હળવદમાં સ્વૈચ્છિક બંધમાંથી ખાણીપીણીના ધંધાર્થીઓને મુક્તિ અપાઈ

સુરેન્દ્નનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના હળવદમાં સ્વૈચ્છિક બંધમાંથી ખાણીપીણીના ધંધાર્થીઓને મુક્તિ અપાઈ - Divya Bhaskar
મોરબીના હળવદમાં સ્વૈચ્છિક બંધમાંથી ખાણીપીણીના ધંધાર્થીઓને મુક્તિ અપાઈ
  • વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં નિર્ણય લેવાયો

હળવદમાં કોરોનાની ચેઈન તોડવા માટે થઈને પાછલા 25 દિવસથી સ્વૈચ્છિક રીતે આંશિક બંધ જાહેર કરવામાં આવ્યું છે. તે દરમિયાન વચ્ચે પાંચ દિવસનું તો સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ કરવામાં આવ્યું હતું. જોકે, હળવદમાં મોટાભાગની દુકાનો આંશિક બંધ હોવાને કારણે બપોરે બે વાગ્યા બાદ બંધ રહે છે.

પરંતુ ખાણી પીણીના ધંધાર્થીઓને બપોર બાદનો જ ધંધો હોય જેથી તેઓને તો આ 25 દિવસ સંપૂર્ણ બંધ જ નીકળ્યા છે. જેથી, આજે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલાવાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હળવદ શહેરના તમામ ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ જે સ્વૈચ્છિક રીતે આંશિક બંધ રખાયું છે તેમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો. જેથી આજથી એટલે કે સોમવારથી શહેરમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓ દિવસ દરમિયાન ખુલ્લી રહેશે.

ખાણીપીણીના મોટાભાગના ધંધાર્થીઓ મધ્યમવર્ગના છે : વિનુભાઈ પટેલહળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, હળવદ શહેરમાં મોટાભાગના ખાણી પીણીના ધંધાર્થીઓ મધ્યમ વર્ગ પરિવારના હોય જેથી સ્વૈચ્છિક આંશિક લોકડાઉન દરમિયાન તેઓને તો સંપૂર્ણ ધંધો જ બંધ રાખવાની ફરજ પડી હતી. જેથી તેઓને તેમના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ હોય જેથી આજે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને સ્વૈચ્છિક રીતે લાગુ કરાયેલા આંશિક બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ આટલા દિવસ સાથ સહકાર આપ્યો તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો

સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન હટાવીશું : ઘનશ્યામભાઈ દવેહળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું હતું કે આજે ખાણી પીણીના ધંધાર્થીઓ સ્વૈચ્છિક બંધમાંથી મુક્ત કરાયા છે. હાલ, હળવદમાં કોરોનાની પરિસ્થિતિ પણ સુધારા પર છે. જેથી, આવતા દિવસોમાં સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ શહેરમાં અડધા દિવસનું લાગેલ સ્વૈચ્છિક બંધ હટાવવામાં આવશે. સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓએ પણ પોતાની લારીએ કે દુકાને લોકોની ભીડ ન થાય અને બની શકે તો પાર્સલ સુવિધા ઉપર વધુ ધ્યાન આપવા પણ અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...