કૃષિ:વરસાદની આગાહીને પગલે હળવદ યાર્ડમાં જણસી ન લાવવા સૂચના અપાઇ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદના આગાહી છતા હળવદ યાર્ડમાં ખૂલ્લી જગ્યાઓમાં હરરાજી થયેલો માલસામાન પડ્યો હતો - Divya Bhaskar
વરસાદના આગાહી છતા હળવદ યાર્ડમાં ખૂલ્લી જગ્યાઓમાં હરરાજી થયેલો માલસામાન પડ્યો હતો
  • હળવદ APMCની સૂચના છતાં જોખમ ઉઠાવતા વેપારીઓ
  • ચોટીલા​​​​​​​ યાર્ડમાં ખુલ્લામા પડેલા માલ સલામત કરવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લાના અનેક યાર્ડમાં જણસીઓ ન લાવવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે હળવદ અને ચોટીલા યાર્ડમાં પણ આ સૂચનાઓનું પાલન ન થતુ હોવાનું ધ્યાને આવ્યુ છે. અને વેપારીઓ વરસાદની રાહ જોતા હોય તેમ જોખમ ઉઠાવી રહ્યા છે.ઝાલાવાડનું સૌથી મોટુ માર્કેટિંગ યાર્ડ હળવદનુ કહેવાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસમાં વરસાદની આગાહી કરવા છતાં હળવદ માર્કેટ યાર્ડમાં બુધવારે પણ સવારે હરાજી ચાલુ હતી.

ચોટીલા યાર્ડમાં ખુલ્લામાં પડેલા કપાસને પ્લાસ્ટિક ઢંકાયું.
ચોટીલા યાર્ડમાં ખુલ્લામાં પડેલા કપાસને પ્લાસ્ટિક ઢંકાયું.

જેમાં મગફળી, કપાસ, એરંડાની આવક થઈ હતી. ત્યારે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી મગફળી, એરંડા, કપાસ સહિતના પાકોની હરાજી ખેડૂતો પાસેથી કરવામાં આવી હતી. બીજી તરફ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા અનેકવાર જાહેરાત કરવા છતાં વેપારીઓ અને પેટનું પાણી હલતું નથી.

આ અંગે માર્કેટીંગ યાર્ડના મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. 3 જાન્યુઆરીથી વેપારીઓને ખેડૂતોને વરસાદની આગાહીના પગલે સૂચના આપવામાં આવી છે કે વરસાદી વાતાવરણ હોય ત્યાં માલ લઈને આવું નહીં. તેમ છતાં બુધવારે ખેડૂતોમાં લઈને આવ્યા હતા તેની હરાજી થઇ ગઇ હતી. અને ખેડૂતો પણ ખુલ્લેઆમ રાખે છે નુકસાન થાય તે ખેડૂતો વેપારીઓની પડશે.ચોટીલા : હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીના પગલે ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને દલાલ વેપારીભાઈઓને અનુસંધાન પાના નં. 3 પર

અન્ય સમાચારો પણ છે...