મેઘો ઓળઘોળ:સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ દ્રશ્યો જોવા મળ્યા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ દ્રશ્યો જોવા મળ્યા
  • ગાઢ ધુમ્મસમાં ચોટીલા ડુંગર ઢંકાયેલો જોવા મળતા હિલ સ્ટેશન જેવો માહોલ
  • ઝાલાવાડમાં 77 દિવસ બાદ 1 ઈંચથી વધુ વરસાદ
  • 24 કલાકમાં સૌથી વધુ લીંબડી અને ચોટીલામાં 2 ઈંચથી વધુ, સૌથી ઓછો ધ્રાંગધ્રામાં 4 એમએમ વરસાદ
  • સિઝનમાં સૌથી વધુ ચુડામાં 9.6 ઈંચ, પાટડીમાં સૌથી ઓછો 3.56 ઈંચ વરસાદ
  • ગત વર્ષે અત્યાર સુધીમાં કુલ 31 ઈંચ વરસાદ હતો, આ વર્ષે માત્ર 17.12 ઈંચ જ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ દ્રશ્યો જોવા મળ્યા હતા. એમાય ગાઢ ધુમ્મસમાં ચોટીલા ડુંગર ઢંકાયેલો જોવા મળતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતથી સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાભરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. અને ખેડૂતો માટે આકાશમાંથી કાચુ સોનું વરસારતા ધરતીપૂત્રો ગેલમાં આવી ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઇ કાલ રાતથી સુરેન્દ્રનગર શહેર અને ચોટીલા સહીત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થતાં લોકોની સાથે જગતનો તાત ગેલમાં આવી ગયા હતા. એમાય ગાઢ ધુમ્મસમાં ચોટીલા ડુંગર ઢંકાયેલો જોવા મળતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર અને હરીયાળીના કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ હતુ.ગત મોડી રાતથી સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાભરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. અને ખેડૂતો માટે આકાશમાંથી કાચુ સોનું વરસારતા ધરતીપૂત્રો ગેલમાં આવી ગયા હતા.

સુરેન્દ્રનગરમાં વરસાદની સ્થિતિ

તાલુકો20202021
ચોટીલા784190
ચુડા759240
દસાડા685102
ધ્રાંગધ્રા64189
લખતર1093145
લીંબડી843121
મુળી672145
સાયલા655175
થાનગઢ698209
વઢવાણ1060154

બિનપિયત મગફળીને ખાસ ફાયદો નહીં
જિલ્લામાં આ વર્ષે બિનપિયત મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. વાવેતર બાદ વરસાદ ખેંચાતા જ્યારે મગફળીનો ફાલ આવવાનો સમય થયો ત્યારે જ પાણીની તંગી સર્જાઇ હતી. આથી મગફળીનો યોગ્ય વિકાસ થયો ન હોય તેને આ વરસદાથી વિશેષ ફાયદો નહીં થાય.

24 કલાકનો વરસાદ

તાલુકોવરસાદ
ચોટીલા52
ચુડા21
દસાડા11
ધ્રાંગધ્રા4
લખતર18
લીંબડી55
મુળી41
સાયલા32
થાનગઢ24
વઢવાણ13

2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લા માટે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી તા. 2 અને 3 આ બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે તા. 4 અને 5 આ બે દિવસમાં વાતાવરણ સૂકું રહેશે. તેમ છતાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.

1 ઈંચથી વધુ વરસાદ થયો છે તે ખેડૂતો જ યુરિયા આપે તે જરૂરી છે
આ વર્ષે ખેડૂતો ઓછા વરસાદને કારણે યુરિયા આપી શક્યા નથી. આથી અત્યારે જે જગ્યાએ એક ઈંચથી વધુ વરસાદ થયો છે તે ખેડૂતો જ પાકને યુરિયા આપે તે જરૂરી છે. જો વરસાદ ન થાય તો પાક ખેંચાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. અત્યારે જેટલો વરસાદ થયો છે તેટલો વરસાદ થોડા દિવસોમાં પડી જાય તો પાકને 100 ટકા ફાયદો થઇ શકે છે. મગફળીમાં જ્યાં પિયત છે તેને ખૂબ સારો ફાયદો થશે. - જનકભાઇ કલોત્રા, નિવૃત્ત ખેતીવાડી અધિકારી

વધુ વરસાદ થાય તો ખેતરોમાં પાણીના નિકાલની તૈયારી કરવી જરૂરી છે
જિલ્લામાં ખરેખર જે વિસ્તારમાં વરસાદની વધુ જરૂર હતી ત્યાં આ વરસાદ પડ્યો છે. તેમ છતાં દરેક ખેડૂતના પાક માટે આ વરસાદ ખૂબ સારો ફાયદો કરશે. હજુ પણ આગામી સમયમાં વરસાદ થવાની આગાહી છે ત્યારે અત્યારની સ્થિતિએ ખેડૂતો પાકને દવાનો છંટકાવ ન કરે અને જો વધુ વરસાદ થાય તો ખેતેરમાં ભરાયેલા પાણીનો નિકાલ કેવી રીતે કરવો તેની તૈયારી કરે તે જરૂરી છે. - ખેતીવાડી અધિકારી, એચ.ડી.વાદી

અન્ય સમાચારો પણ છે...