દીપડાની દહેશત:સુરેન્દ્રનગરના મૂળીના નવાણિયા અને નળીયામાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમે દોડી જઇ સઘન તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સીમ વગડાની જમીનો ઉપર અને ખેતીવાડી વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના પગરણ જોવા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલમાં મૂળી તાલુકાના નવાણિયાને નળીયા ગામમાં પણ દીપડાના પગરણ જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

થોડા દિવસ પહેલા જ વઢવાણના રામપરા અને મોરવાડ ગામની સીમમાં દીપડાના પગરણ જોવા મળ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા અને તેના મથકોમાં છેલ્લા એક સપ્તાહથી ખેતરોની સીમમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા અને તેના પગરણ જોવા મળતા ખેડૂતોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ જેવા પામ્યો છે. રાત્રીના સમયે ખેડૂતોને ખેતરે જવા માટે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ વઢવાણના રામપરા અને મોરવાડ ગામની સીમમાં દીપડાના પગરણ જોવા મળ્યા હતા, ત્યારે ફોરેસ્ટ વિભાગે તેની તપાસ હાથ ધરી અને સીમમાં પાંજરૂ પણ મૂકવામાં આવ્યું હાલમાં જાણવા મળી રહ્યું છે.

ફોરેસ્ટ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી
આમ છતાં પણ હજુ સુધી પાંજરામાં દીપડો આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આજે જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાના નવાણીયા અને નળિયા ગામમાં દીપડો દેખાયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. અને તેના સીમમાં પગરણ પણ જોવા મળ્યા છે. ત્યારે તાત્કાલિક ઘટનાસ્થળ અને ખેતરોની સીમમાં ફોરેસ્ટ વિભાગની ટીમો હાલમાં તપાસ હાથ ધરી રહી છે. અને ત્યાં પણ પાંજરું મુકવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલમાં મૂળી તાલુકાના નવાણિયા અને નળિયા ગામમાં દીપડાના પગરણ જોવા મળ્યા છે, ત્યારે હાલમાં ફોરેસ્ટ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...