તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચોટીલાના ખેરડી ગામે પાંચ શખ્સોનું ફાયરીંગ, ત્રણને ઇજા, સારવાર અર્થે સિવિલમાં દાખલ

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા - Divya Bhaskar
ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા
  • ફાયરીંગ કર્યા બાદ ધોકા – પાઇપ વડે હુમલો કર્યાનો આક્ષેપ
  • ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી

ચોટીલાના ખેરડી ગામે ખેરડી ગામે ગાળો બોલવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી આરોપી જયરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોએ ફાયરીંગ કરતા બે મહિલા સહિત ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. ચોટીલા પોલીસે મારમારી – ફાયરીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી એક આરોપીને સકંજામાં લઈ ચોટીલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ગણતરીના કલાકોમાં સાત આરોપીઓમાંથી પાંચ આરોપીઓ ઝડપાયા છે.

ફાયરીગ કરી પતરાનો ડેલો તોડી નાંખ્યો હતો
ચોટીલાના ખેરડી ગામે રહેતા કરીયાણાની દુકાન ધરાવતા રામજી નકાભાઈ સાંકળિયાને બપોરના સમયે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે જયરાજ ધાંધલ સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી રાત્રીના સમયે બે કારમાં ધસી આવેલા જયરાજ ધાંધલ સહિત પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ તથા ફાયરીગ કરી પતરાનો ડેલો તોડી નાંખ્યો હતો.

ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયા
ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયા

ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી
ફાયરીંગના બનાવ અંગે ચોટીલાના ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયાની ફરિયાદ ચોટીલા પોલીસે આરોપી જયરાજ વલકું ધાધલ સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ફાયરીગ કરી બે મહિલા સહિત ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત બનેલી બંને મહિલા કરીયાણાના વેપારી રામજીભાઇ કોળીની પુત્રવધૂ
આ ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં બે મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘવાતા એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફાયરીંગમાં ઇજાગ્રસ્ત બનેલી બંને મહિલા કરીયાણાનીના વેપારી રામજીભાઇ કોળીની પુત્રવધૂ છે. જેમાં જગુબેન અશોકભાઇ ( ઉંમર 25 વર્ષ )ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ ફાયરીંગની ઘટનામાં ભારતીબેન પ્રવીણભાઈ અને રામજીભાઈ નસાભાઈ પણ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે ફાયરીંગ કરનારામાં જયરાજ વલકુભાઈ ધાંધલ સહિત 10 લોકોના નામો ખુલવા પામ્યાં છે. હાલ ચોટીલા પોલીસે ફાયરિંગનો ગુનો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાની સાથે રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના નિવેદનો લઇ તપાસ હાથ ધરી છે.

ગણતરીના કલાકોમાં સાત આરોપીઓમાંથી પાંચ આરોપીઓ ઝડપાયા
આ ફાયરીંગ કેસમાં ચોટીલા પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસના આરોપી જયરાજભાઇ વલકુભાઇ ઘાઘલ એના સાળા અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. આ ફાયરીંગ કેસમાં અશોકભાઇ રામજીભાઇ સાકરીયાને ઇજાઓ પહોંચાડવાની સાથે એમના પત્નિ જાગુબેનને જમણા પગમાં તથા એમના ભાભી ભારતીબેનને ડાબા પગે ગોળીઓ વાગી હતી.