કોરોનાગ્રસ્ત:જિલ્લામાં શુક્રવારે કોરોનામાં 5 લોકો સપડાયા, 19 એક્ટિસ કેસ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં-4 અને વઢવાણમાં-1 વ્યક્તિ કોરોનાગ્રસ્ત
  • 51 કેન્દ્રો પર 5,121 લોકોએ કોરોનાની રસી મુકાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે ધ્રાંગધ્રા પંથકમાં -4 અને વઢવાણમાં-1 સહિત એક જ દિવસમાં 5 કોરોના કેસ સામે આવ્યા હતા. આ દિવસે 2 લોકો સાજા થતા કુલ 19 કોરોના એક્ટીવ કેસ રહ્યા છે. અને અત્યાર સુધીમાં જિલ્લામાં રસીકરણ 30.94 લાખથી વધુ લોકોનું થયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે આરટીપીસીઆરના-1001 અને એન્ટિજનના-193 સહિત કુલ 1194 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં ધ્રાંગધ્રાના ગ્રામ્યમાં-2 તેમજ શહેરી વિસ્તારમાં-2 અને વઢવાણ શહેરી વિસ્તારમાં-1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત ધ્યાને આવ્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં કુલ 47માંથી 28 લોકો સાજા થતા 19 એક્ટિવ કેસો રહ્યા હતા.

જિલ્લામાં શુક્રવારે 5,121 લોકોએ રસી લેતા રસીકરણનો કુલ આંક 30,94,669 પર પહોંચી ગયો હતો. જેમાં 16,32,067 પુરૂષો તેમજ 14,15,776, મહિલાઓનું રસીકરણ થયુ હતુ. અત્યાર સુધીમાં 14,76,155, લોકોએ પ્રથમ તેમજ 15,72,228 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 46,286 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો.

આ ડોઝમાં કોવિશિલ્ડની 24,30,720 અને કોવેક્સિનની 5,87,158 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 76,791 કોબર વેક્સનની ડોઝ લીધો હતો. આ ઉપરાંત 15 થી 17 વર્ષની ઉંમરના 2,34,955 અને 18થી 44ની વયના 17,75,373 અને 45થી 60ની ઉંમરના 6,22,690 તેમજ 60થી ઉપરની વયના 3,84,693 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...