મારામારી:સુરેન્દ્રનગરમાં રખડતા ઢોર પ્રશ્ને બોલાચાલી બાદ મારામારી થતા બે મહિલાઓ સહિત પાંચ ઘાયલ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા

સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપર હરિપ્રકાશ સોસાયટી પાસે રખડતા ઢોર બાબતે થયેલી બોલાચાલી બાદ સાત શખ્સો દ્વારા ધારીયા, પાઈપ, લાકડાથી હુમલો કરીને બે મહિલા સહિત પાંચ વ્યક્તિને ઈજાઓ કરાતા એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે, દાળમીલ રોડ ઉપર હરિપ્રકાશ સોસાયટી, શ્રીનાથ પ્રોવીઝન સ્ટોર પાછળ દુકાન ધરાવતા હાર્દિકસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રખડતા ઢોર બાબતે નજીકની શેરીમાં રહેતા કુકાભાઈના દીકરાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે સમાધાનની વાત ચાલતી હતી' ત્યારે હિતેષ રમેશભાઈ અરગીયા, રમેશ કુકાભાઈ ખરગીયા તેના ભાઈઓ જાલાભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ ઉપરાંત ઈન્દુભાઈ ભરવાડે લાકડી, પાઈપ, ધારીયાથી હુમલો કરીને હાર્દિકસિંહ, તેના પિતા ધર્મેન્દ્રસિંહ તથા રાજદિપસિંહ તેમજ મીનાબા દેવેન્દ્રસિંહ જાડેજા અને રંજનબેન ધર્મેન્દ્રસિંહ ઝાલાને ઈજા સાથે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...