તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ઘરમાં ઘૂસીને 5 શખ્સો દ્વારા ધોકા, તલવાર અને ધારીયાથી હુમલો કરાતા પાંચ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ઘરમાં ઘૂસીને 5 શખ્સો દ્વારા ધોકા, તલવાર અને ધારીયાથી હુમલો કરાતા પાંચ ઇજાગ્રસ્ત - Divya Bhaskar
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ઘરમાં ઘૂસીને 5 શખ્સો દ્વારા ધોકા, તલવાર અને ધારીયાથી હુમલો કરાતા પાંચ ઇજાગ્રસ્ત
  • ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્યમાં સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ
  • હુમલામાં 3 વ્યક્તિને ઇજા, 2ને ગંભીર ઈજાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ઘરમાં ઘૂસીને 5 શખ્સો દ્વારા ધોકા, તલવાર અને ધારીયાથી ક્રૂર હુમલો કરાતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘાતક હુમલામાં 3 વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્યમાં સતત કથડતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિથી લોકોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્યમાં સતત કથડતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિથી લોકોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે ઘરમાં ઘૂસીને 5 શખ્સો દ્વારા ધોકા, તલવાર અને ધારીયાથી ક્રૂર હુમલો કરાતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘાતક હુમલામાં 3 વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં ફરિયાદી કુટુંબીજનોએ MLC નોંધાવી હતી.

આ ઝઘડાની ઘટનામાં 2ને ગંભીર ઈજાઓ થતાં તત્કાલ સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. જ્યારે આ ઝઘડાની ઘટના બાદ વિરેન્દ્રગઢ ગામે સ્થિતિ વધુ બેકાબુ બનતી રોકવા સ્થાનિક પોલીસને ખડકી દેવાની સાથે ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત કાંતાબેનને માથાના ભાગે ધારીયું વાગતા સ્થિતિ અત્યંત નાજુક બની હતી. હાલમાં તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...