મધમાખીનો હુમલો:લખતર-વિરમગામ રોડ પર ખાનગી કંપનીમાં પાંચ કર્મચારીઓને ડંખ મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમા ભમરિયું મધ ઉડવાનો સતત ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લખતર-વિરમગામ રોડ પર આવેલી ખાનગી કંપનીમાં ભમરિયું મધ ઉડતાં પાંચ કર્મચારીઓને ડંખ મારી ઘાયલ કર્યા હતા. લખતર પંથકમાં ભમરીયું મધ ઉડવાના બનાવો વધી રહ્યા છે. અગાઉ કડુ પાસે તેમજ લખતર-આદલસર પાસે ભમરીયું મધ ઉડવાનાં બનાવો બન્યા હતા.

લખતર-વિરમગામ રોડ ઉપર આવેલી એલ્કેજીન નામની ખાનગી કંપનીમાં ભમરીયુ મધ ઉડતા પાંચ કર્મચારીઓ મધમાખીનાં ડંખથી ઘાયલ થયા હતા. પોતાની શિફ્ટ પુરી કરીને પરત ફરી રહેલા પ્રેમલભાઈ, કમલેશભાઈ, નારાયણ રાવ, રાકેશભાઈ એલ.અને વિજયભાઈ મંડલ નામનાં પાંચ કર્મચારી ઉપર મધમાખીનાં ઝુંડે હુમલો કર્યો હતો. જેમાં પાંચેય કર્મચારીને રીએક્શન આવતા તાબડતોબ સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...