તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક નિર્ણય:માળીયાના ખાખરેચી ગામે પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન, મોરબીના આરોગ્ય અધિકારી અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબી જિલ્લા પંચાયત - Divya Bhaskar
મોરબી જિલ્લા પંચાયત
 • જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે 8 થી 11 દરમિયાન જ ખોલી શકાશે

માળિયાના ખાખરેચી ગામે કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોના પોઝીટીવ કેસમાં ધરખમ વધારો નોંધાતા સમસ્ત ગામે જાગૃતિ દાખવી પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોના ઘર કરી ગયો હોય તેમ પહેલા ડીડીઓ, બાદમાં ડેપ્યુટી ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારી બાદ આજે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

માળિયા તાલુકાનું નાનું એવુ ખાખરેચી ગામ કોરોનાના ભરડામાં આવી ગયું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. પણ સરકારી ચોપડે આ કેસ દર્શાવવામાં આવી ન રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બેફામ બનેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે સમસ્ત ગામે જહેમત શરૂ કરી છે. ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે સત્તાવાર રીતે પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયતના જાહેર કર્યા મુજબ ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે 8 થી 11 દરમિયાન જ ખોલી શકાશે. દવાખાના તેમજ મેડિકલ સેવા અને અતિ આવશ્યક સેવા ચાલુ રાખી શકાશે.

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપેડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના સંક્રમિત બન્યા છે જેને કારણે હાલ આરોગ્ય તંત્ર રણી-ધણી વગરનું બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો