તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનાશકારી વિજળી:લીંબડી તાલુકાના રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા પાંચ ગાયોના મોત નિપજતા ચકચાર

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
લીંબડી તાલુકાના રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા પાંચ ગાયોના મોત નિપજતા ચકચાર
  • ગામની સીમમાં ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક વિજળી પડતાં નિપજ્યાં મોત
  • ગાયોના મોતથી પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાઇ

લીંબડી તાલુકાના રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કડાકા ભડાકા વચ્ચે વીજળી પડતા પાંચ ગાયોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ગામની સીમમાં ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક વિજળી પડતાં મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. વિજળી પડવાથી ગાયોના મોતથી પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.

પવનના સૂસવાટા અને કડાકા ભડાકા વચ્ચે ધડાકાભેર વીજળી ત્રાટકી

સુરેન્દ્રનગર જીલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ છેલ્લા 3-4 દિવસથી આકાશ કાળાડીબાંગ વાદળોથી ગોરંભાયુ હતુ. જેમાં લીંબડી તાલુકાના રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ પવનના સૂસવાટા અને કડાકા ભડાકા વચ્ચે ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. જેમાં વિજળી પડવાથી પાંચ ગાયોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી

રામરાજપર ગામની સીમમાં છેલાભાઇ વિઠલભાઇ ચિહલા નામના ભરવાડના ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક વિજળી પડતાં મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. વિજળી પડવાથી ગાયોના મોતથી રામરાજપર ગામના પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી. આ ઘટના અંગે માલધારી સમાજ દ્વારા લાગતા-વળગતા તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...