તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેમડીસીવીર કૌભાંડ:મોરબીના રાજ્યવ્યાપી નકલી રેમડીસીવીર કૌભાંડમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓના જામીન નામંજૂર

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના રાજ્યવ્યાપી નકલી રેમડીસીવીર કૌભાંડમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓના જામીન નામંજૂર - Divya Bhaskar
મોરબીના રાજ્યવ્યાપી નકલી રેમડીસીવીર કૌભાંડમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓના જામીન નામંજૂર
  • પોલીસે દ્વારા અત્યાર સુધીમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
  • 3562 જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન, રોકડા રૂ.1.42 કરોડ મળીને કુલ રૂ.3.38 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો
  • એક આરોપીની આગોતરા જમીન અરજીને પણ કોર્ટે ફગાવી દીધી

મોરબી સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા નકલી રેમડેસીવીર ઇજકેશનો દર્દીઓને ધાબડી દેવાના કૌભાંડમાં મોરબી પોલીસે દ્વારા અત્યાર સુધીમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3562 જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન, રોકડા રૂ.1.42 કરોડ મળીને કુલ રૂ.3.38 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પાંચેક આરોપીઓના જામીન અદાલતે ફગાવી દીધા છે.

મોરબી પોલીસે થોડા સમય અગાઉ નકલી રેમડેસીવર ઇજકેશનોના કાળા કારોબારના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આ કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં નકલી રેમડેસીવિર ઇજકેશનોનું નેકવર્ક આખા રાજ્યમાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું હતું. આથી કૌભાંડમાં 33 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3562 જેટલા ડુપ્લીકેટ ઇજકેશનો રોકડા રૂ.1.42 કરોડ મળીને કુલ રૂ. 3.38 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ કૌભાંડમાં પકડાયેલા પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. તેમજ એક આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આથી આ તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. તેમ એસપી એસ.આર. ઓડેદરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...