તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરેન્દ્રનગરની ITIના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો પ્રથમ ક્રમ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌશલાચાર્ય એવોર્ડ 2021માં ગુજરાતનો ડંકો વાગ્યો

ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ ડીપાર્ટમેન્ટ દ્વારા ભારતની 14000 આઈટીઆઈ માથી શ્રેષ્ઠ કામગીરી અંગે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ફાઈલ મંગાવવામાં આવી હતી. જેમાં કૌશલાચાર્ય એવોર્ડ માટે ભારતમાંથી 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામા આવી હતી. જેમાં સુરેન્દ્રનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપકકુમાર નારાયણભાઇ રાઠોડ ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું અને સુરેન્દ્રનગર આઈટીઆઈનું ગૌરવ વધાર્યુ છે.

તેમની તાલિમ, પ્લેસમેન્ટ, સ્વરોજગારી અને સેવાકીય પ્રવ્રૂત્તિઓને ધ્યાને લઈને ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ 2021 એનાયત કરવામા આવનાર છે. તેમજ રાજકોટ આઈટીઆઈના ઇલેક્ટ્રિશીયન ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીનેશભાઈ બી. ઠકરાર ત્રીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

ઉપરાંત બરોડા તરસાલી આઈટીઆઈના ફીટર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર કંચન ટી. વસાવા અને દશરથ આઈટીઆઈના ડીઝલ મિકેનિકલ ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર બિપીનભાઇ ટી. કાશવાલા એમ મળી કુલ ચાર સુપરવાઇઝર ઇસ્ટ્રકટરને આ મહિનામાં દિલ્હી ખાતે કૌશલાચાર્ય એવોર્ડ 2021 એનાયત થવાનો છે. ગુજરાત રાજ્યમાંથી સૌ પ્રથમવાર એક સાથે 4 એવોર્ડ મળવા જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...