તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની ખેપ રોકતા ફાયરિંગ:માલવણ હાઈ-વે પર ગેડિયા ગૅંગના સાગરિતોનું પોલીસ ઉપર ફાયરિંગ, ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયેલો આરોપી પકડાયો, 1 ફરાર

પાટડી5 મહિનો પહેલા
કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હતો - Divya Bhaskar
કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હતો
  • કારનો ડ્રાઈવર ફાયરિંગ કરીને અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યો
  • બજાણા પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલ મોડી રાતનો બનાવ
  • પીએસઆઈએ બે શખ્સ સામે ફાયરિંગ અને મદદગારીની ફરિયાદ નોંધાવી
  • તાજેતરમાં જ ગૅંગના સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો
  • ગુરુવારે રાત્રે પોલીસ-ગૅંગ વચ્ચે સામસામે 6 રાઉન્ડ ગોળીબાર

માલવણ હાઈ-વે પર ગુરુવારે રાત્રે ગેડિયા ગૅંગ અને બજાણા પોલીસ વચ્ચે જીવ સટોસટનો ખેલ ખેલાઈ ગયો. કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની વાર્તા હોય, તે રીતે ગેડિયા ગૅંગના સાગરિતોએ પીછો કરતી પોલીસ પર 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. બચાવ માટે પોલીસે પણ ગોળીબાર કરતાં એક આરોપી ઘાયલ થયો હતો. અડધી-કલાકની જહેમત બાદ પોલીસે ઘાયલ આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બીજો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે દારૂ સહિત રૂ.12,3900નો મુદામાલ જપ્ત કર્યો હતો.

રૉંંગ સાઇડથી ઓવરટેક કર્યો તો આરોપીએ ફાયરિંગ કર્યું - વી.એન.જાડેજા, PSI, બજાણા, ફર્સ્ટ પર્સન
અ મને ગેડિયા ગૅંગના સાગરિતોની બાતમી મળતા ગુરુવારે રાત્રે હું, મૂળરાજસિંહ ચુડાસમા, અજયસિંહ ઝાલા અને સુરેશ મુંધવા માલવણ હાઈ-વે પર ખાનગી કારમાં વૉચમાં હતા. થોડી જ વારમાં સફેદ સ્વિફ્ટ કાર આવતાં રોકવા પ્રયાસ કર્યો તો 2 શખસે કાર ધ્રાંગધ્રા તરફ મારી મૂકી. અમે પીછો કર્યો તો આરોપી ચાલકે અમારી કારને રોડ નીચે ફંગોળવાનો પ્રયત્ન કર્યો. દરમિયાન અમે રૉંગ સાઇડથી ઓવરટેક કરી રસ્તા વચ્ચે કાર ઊભી રાખી દેતા આબીદખાન દિલાવરખાન જતમલેકે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળી અમારી કારના પાછળના દરવાજાના કાચ પર વાગી હતી. પછી આરોપીએ કાર રીવર્સમાં લેવા જતાં પાછળ આવતી અન્ય કાર સાથે અથડાતાં યુ ટર્ન લઈને કાર માલવણ તરફ હંકારી ત્યાં સામેથી એક કાર આવતી હોવાથી આરોપીની કાર રોડ નીચે ઊતરી ઊભી રહી હતી. અમે પહોંચ્યા ત્યારે બીજા આરોપી બિલ્મિલ્લાખાન અનવરખાન જતમલેકે ફાયરિંગ કરવા કહેતાં આબીદખાને બીજો રાઉન્ડ ફાયર કર્યો. આથી સ્વબચાવમાં મેં હવામાં 2 રાઉન્ડ ફાયર કરી ત્રીજો રાઉન્ડ આરોપીના પગમાં ફાયર કરતાં બિસ્મિલ્લાખાનના પગમાં ગોળી વાગી હતી. જ્યારે આબીદખાન જતમલકે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.તે દરમ્યિયાન તેનો તમંચો ખેતરમાં પડી જતાં તે અંધારામાં ઊભા મોલની આડશમાં સંતાઈને ભાગી છૂટ્યો હતો.

ગુરૂવારે મોડી રાતે કારમાં દારૂ લઈ જવાતો હતો
ગઈકાલે મોડી રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કાર જીજે 12 બીએફ 7720 નંબરની કારમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમીને આધારે કાર રોકવા પોલીસ પ્રયાસ કર્યો હતો બજાણા પોલીસ સ્ટેશન પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજાએ ટીમે સાથે આ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતો હોવાથી તેને રોકવા પ્રયાસ કર્યો હતો. કાર ન રોકીને કારડ્રાઈવરે કાર ભગાડતા પોલીસે ખાનગી કારમાં તેનો પીછો કર્યો હતો.

પોલીસે ખાનગી કારમાં સ્વીફ્ટ કારનો પીછો કર્યો હતો
પોલીસે ખાનગી કારમાં સ્વીફ્ટ કારનો પીછો કર્યો હતો

પગમાં ગોળી મારી એક ઈસમને પોલીસે ઝડપ્યો
પોલીસ પર સ્વીફ્ટ કારમાં બિસ્મીલ્લાખાન અનવરખાન જતમલેક, રહે ખેરવા તા. પાટડીવાળા વિદેશી બનાવટનો દારૂ લઈ જતાં પીછો કરનાર પોલીસ હોવાનું જાણવા છતાં ફાયરિંગ કરવા ચીમકી આપી હતી. ઓવરટેક કરીને પોતાની ગાડી ઊભી રખાવતા તેણે પોલીસથી બચવા માટે જાનથી મારી નાંખવાની ઈરાદે કારચાલક આબીદખાન દિલાવરખાન જતમલેક ગેડીયા, તા-પાટડીવાળાએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને કારસવાર વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પોલીસે પગમાં ગોળી મારીને બિસ્મીલ્લાખાનને પકડ્યો હતો.

( તસવીર અને માહિતી: મનીષ પારીક, પાટડી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો