સુરેન્દ્રનગરની ટીમ પણ સ્ટેન્ડ બાય:મોરબી પુલ દૂર્ઘટનામાં ધ્રાંગધ્રાથી ફાયરફાયટર-તરવૈયા રવાના થયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરની ટીમ પણ સ્ટેન્ડ બાય

મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ત્યારે આ બનાવને લઇને સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અને તરવૈયાઓને મોરબી રવાના કરવામાં આવ્યા હોવાનુ વિગતો બહાર આવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમને પણ સ્ટેન્ડબાય રખાઇ હતી. જોકે, સુરેન્દ્રનગરની મેડિકલ ટીમ પણ રવાના થઇ હતી.

મોરબીનો રાજાશાહી સમયનો ઐતિહાસિક ઝુલતો પુલ આવેલો છે. ત્યારે આ પુલ પર ઝુલવા માટે તહેવારોના દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ દરમિયાન મોડી સાંજે અચાનક ઝુલતો પુલ તૂટી પડતા ગોઝારી ઘટના મોરબીમાં બની હતી. આ ઘટનાના પડઘા મોરબી જિલ્લા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં પડયા હતા.

પુલ તુટવાના કારણે પુલ પરથી મોટી સંખ્યામાં નદીમાં પડી ગયાની વિગતો મળી રહી છે. ત્યારે આ બનાવને લઇને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તેમજ તરવૈયાઓને મોરબી રવાના કરાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર ફાઇટર સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. મોરબીની દુર્ઘટનામાં અનેક લોકો નદીમાં ગરકાવ થયા હતા. જેમાંથી કેટલાક લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ કેટલાય લોકો નદીમાં હોવાનું જાણવા મળ્યું છે. જે લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે ટીમો રવાના કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...