તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગની ઘટના:સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલ પાસેના કચરામાં આગથી દોડધામ મચી, સદભાગ્યે જાનહાની ટળી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલ પાસેના કચરામાં આગથી દોડધામ મચી, સદભાગ્યે જાનહાની ટળી
  • ફાયરફાઇટર ટીમે સમય સુચકતા વાપરી આગ કાબુમાં લેતા નુકશાની ટળી

સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલ વિસ્તારમાં ખુલ્લા વંડામાં પડેલા કચરામાં અચાનક આગ લાગી હતી. આથી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પાલિકાના ફાયર ફાઇટર બનાવ સ્થળે પહોંચી આગપર કાબુ મેળવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં દિવસે દિવસે આગના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ટીબી હોસ્પીટલ વિસ્તારમાં આવેલા ખુલ્લા વંડામાં રહેલ કચરામાં કોઇ અસામાજીક તત્વોએ આગ લગાડી હતી.આવંડામાં કચરા સાથે શેરડીના છોતરા પણ હોવાથી જોતજોતામાં આગ ઝડપથી પ્રસવા લાગી હતી.ધુમાડાના ગોટા ઉડવા સાથે આગ જોવા મળતા લોકોમાં દોડધામ મચી હતી.

આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડના જયરાવલ, અમૃતભાઇ રબારી ફાયરફાઇટર લઇ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગપર ઝડપથી કાબુ મેળવી લેતા નુકશાની થતા અટકી હતી. જ્યારે આગ બુજાતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...