તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ:લીંબડીના જનશાળી ગામ પાસે બે જૂથ વચ્ચે મારામારી, એક જૂથે લાકડીઓ ચલાવતા સામેના જૂથે બંદૂક કાઢી ભડાકાની તૈયારી કરી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
લીંબડીના જનશાળી ગામ પાસે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ
  • થોડા દિવસ પહેલા થયેલી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જનશાળી ગામ પાસે આવેલી હોટલ પર થોડા દિવસ પહેલા બે જૂથ વચ્ચે થયેલી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. વાઈરલ વીડિયોમાં 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ વડે ગાડીઓમાં તોડફોડ કરતું જોવા મળી રહ્યું છે. તો એક વ્યકિત હાથમાં બંદૂક લઈને ભડાકા કરવાની તૈયારી કરતો પણ જોવા મળી રહ્યો છે.

એક જૂથે લાકડી, બીજા જૂથે બંદૂક કાઢી
એક જૂથે લાકડી, બીજા જૂથે બંદૂક કાઢી

લીંબડી તાલુકાના જનશાળી ગામ પાસે આવેલાં હાઇવે પર હોટલમાં થોડા દિવસો પહેલા થયેલા લાકડી અને બંદૂક સાથેનો જૂથ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બાબતે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થોડા દિવસો પહેલા મારામારી થઈ હતી.

હોટલ પર ધોળે્ દિવસે ભયનો માહોલ છવાયો
હોટલ પર ધોળે્ દિવસે ભયનો માહોલ છવાયો

શું છે વાઈરલ વીડિયોમાં?
હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં બે જૂથ વચ્ચે લાકડીઓ અને બંદૂક વડે મારામારી થતી જોવા મળી રહી છે. એક જૂથ લાકડીઓ ચલાવી રહ્યું છે તો કેટલાક લોકો 'ભડાકો કર'...'ભડાકો કર'ની રાડો પાડી રહ્યા છે. આ જ સમયે એક શખ્સ હાથમાં બંદક લઈ સામેના જૂથ પર તાકતો નજરે પડી રહ્યો છે.

ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બાબતે અથડામણ થયાની ચર્ચા
ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બાબતે અથડામણ થયાની ચર્ચા

જૂથ અથડામણ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ નહીં
દિનદહાડે જાહેરમાં લાકડીઓ અને બંદૂક વડે મારામારીની ઘટના મામલે આશ્ચર્યજનક રીતે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જાણવા મળતી વિગત મુજબ જૂથ અથડામણનો વીડિયો વાઈરલ થતા પોલીસે આ મામલે નિવેદનો લેવાની શરૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...