તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઇ : એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઇ : એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ - Divya Bhaskar
લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઇ : એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ
  • ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. આ મારામારીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે લીંબડી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં લીંબડી પોલિસ મથકે સામસામી પોલિસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલિસ મથકના પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...