ભાસ્કર એક્સકલૂઝિવ:ખેડૂતના ખિસ્સા પર ખાતર પડ્યું, ખાતરના ભાવ વધ્યા, નર્મદા ફોસ્ફરસમાં બોરીએ રૂપિયા 285, DAPમાં રૂ. 150નો વધારો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માલગાડીના 42 વેગનમાં ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર ઉતારાયો હતો. - Divya Bhaskar
માલગાડીના 42 વેગનમાં ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર ઉતારાયો હતો.
  • જિલ્લામાં આ વર્ષે 573482 બોરી ખાતરની માગ, ગત વર્ષ કરતાં આ વર્ષે 210554 બોરીની માગ વધી છે
  • સૌથી વધુ માગ ધરાવતા નર્મદા ફોસ્ફરસ,ડીએપીના ભાવ વધતાં ખેડૂતોને આ વર્ષે રૂ.19.44 કરોડથી વધુનો માર પડશે
  • ખાતરની માગ વધતાં ખેડૂતોને આર્થિક ફટકો તો પડશે જ સાથે ભાવ વધવા છતાં ખાતરની તંગી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કાળી મજૂરી કરવા છતાં એક પછી એક નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા ખેડૂતો ખાતરનો સ્ટોક કરી લેતા હોય છે અને અત્યારે ખેડૂતો ખાતરની વ્યવસ્થા કરવાના કામમાં લાગી ગયા છે. ખાતરના વધેલા ભાવ એ જગતના તાત માટે નવી આફત લઇને આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ નર્મદા ફોસ્ફરસ,ડીએપી અને યુરિયા ખાતરની માગ હોય છે. નર્મદા ફોસ્ફરસના ભાવમાં રૂ.285, ડીએપીના ભાવમાં રૂ.150નો વધારો થતા ખેડૂતોને માથે ખાતરના ભાવનું રૂ.19.44 કરોડથી વધુ રકમનું ભારણ વધશે.

બિયારણ,ખેડાણ, દવા, મજૂરીની સાથે ખેડૂતોને ખાતર પાછળ પણ મોટો ખર્ચ કરવો પડે છે. અને આથી જ જિલ્લામાં ખાતરની માગ પણ વિશેષ જોવા મળે છે. મે મહિનાના અંતમાં ખેડૂતો ખાતરનો સ્ટોક કરી લેતા હોય છે. આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ 573482 બોરી ખાતરની માગ કરી છે. ગત વર્ષે માગ 362928 બોરીની હતી. આમ આ વર્ષે 210554 બોરીની માગ વધી છે.

જેમાં જિલ્લામાં મુખ્યત્વે નર્મદા ફોસ્ફરસ, ડીએપી અને યુરિયા ખાતરની માગ સૌથી વધુ હોય છે. નર્મદા ફોસ્ફરસના ભાવમાં બોરીએ રૂ.285 અને ડીએપીના ભાવમાં રૂ.150નો વધારો થયો છે. યુરિયા ખાતરના ભાવમાં વધારો થયો નથી. જિલ્લાના ખેડૂતોએ નર્મદા ફોસ્ફરસ અને ડીએપી ખાતરની 446960 બોરીની માગ કરી છે. બંને ખાતરમાં કુલ રૂ.435 રૂપિયાનો વધારો થયો છે. જે જોતા આ વર્ષે ખેડૂતોને ખાતરના ભાવમાં જ રૂ.19.44 કરોડથી વધુની રકમનો માર પડશે.

ખેડૂતોની સંખ્યા અને વાવેતર વિસ્તાર

તાલુકોકુલસંખ્યાકુલવિસ્તાર
ધ્રાંગધ્રા3233796183
દસાડા32659116823
લખતર1856059727
વઢવાણ2463360888
મૂળી2080658196
ચોટીલા1704342836
સાયલા1933154261
ચૂડા1620740223
લીંબડી2974879562
થાનગઢ553914407
કુલ216863623106
વર્ષ 2021વર્ષ 2022વધઘટ
માંગભાવમાંગભાવમાંગભાવ
એનપીકે1,77,74011852,81,2201,470+103480285
ડીએપી80,28012001,65,7401,350+85460150
યુરિયા1,04,918266.51,26,522267+216040
કુલ3,62,93826515,73,4823,086+2,10,544435

ઇરાનની હાલની સ્થિતિ અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ભાવ પણ કારણભૂત મનાઈ રહ્યો છે
ઇફ્કોની ફેક્ટરી ભારત સિવાય 1 ઇરાનમાં પણ છે.પરંતુ હાલ ઇરાન દેશની આંતરરાષ્ટ્રીય દેશો સાથેનો વિવાદના કારણે કાચો માલ ન મળતા અને ઇરાનથી ઇફ્કોની ફેક્ટરીમાં માલ અહીં ઓછો આવતા ભાવ વધારો થયો છે. પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાના કારણે તૈયાર થયેલા માલની હેરાફેરી કરવામાં પણ ભાવ વધારો કારણભૂત મનાઇ રહ્યો છે.

ભાવ વધવા છતાં ખાતર મળતું નથી
ખેડૂતો હવે ચોમાસાના સમયમાં કપાસનું વાવેતર કરશે ત્યારે તેમને બિયારણ સાથે ખાતર પણ વાવવું પડે છે. ખાતરના ભાવમાં થયેલો વધારાથી ખેડૂતને આર્થિક ફટકો ચોક્કસ આપશે. પરંતુ ભાવ વધવા છતા ખાતરની તંગી છે. - મુકુંદભાઈ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...