તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં રોષની લાગણી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં રોષની લાગણી
  • આધારકાર્ડની કામગીરી કલેક્ટર ઓફિસમાં બંધ કરવામાં આવતા વૃદ્ધોના આ માસના પૈસા અટક્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જિલ્લા કલેક્ટર ઓફિસમાં બંધ કરવામાં આવતા 5 હજાર વૃદ્ધના આ માસના પૈસા અટક્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે. થોડા સમય અગાઉ પણ 7000 વૃદ્ધ પેન્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી માં વૃદ્ધોને વૃદ્ધ સહાય ન આવતાં રસોડે રાડ ઊભી થઈ જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જિલ્લા કલેકટર ઓફિસમાં બંધ કરવામાં આવતા 5 હજાર વૃદ્ધોના આ માસના પૈસા અટક્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આ મામલે તાત્કાલિકપણે અધિકારીઓને સૂચના આપી અને બંધ પડેલા વૃદ્ધોના પેન્શન શરૂ કરાવી આપે તેવી માંગણી વૃદ્ધો દ્વારા કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક લેવલે અને ઉચ્ચ લેવલે પણ રજૂઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...