શિયાળાની ઋતુનુ આગમન:ઝાલાવાડમાં બેવડી ઋતુનો અહેસાસ, રાત્રી અને વહેલી સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીની અનુભૂતિ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હઇવે પર વહેલી સવારમાં શિયાળાની ઋતુનુ આગમન હોયતેમ ધુમ્મસભર્યુ વાતાવરણ રહેતા નયન રમ્ય દ્રશ્યો સર્જાય છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હઇવે પર વહેલી સવારમાં શિયાળાની ઋતુનુ આગમન હોયતેમ ધુમ્મસભર્યુ વાતાવરણ રહેતા નયન રમ્ય દ્રશ્યો સર્જાય છે.
  • 10 દિવસમાં લઘુતમ તાપમાનમાં 4.1 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 4.8 ડિગ્રીનો તફાવત

સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ દરરોજ લોકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.જેમાં વહેલી સવારે અને રાત્રી દરમિયાન ઠંડક રહે છે.જ્યારે દિવસ દરમિયાન સુર્યનારાયણ આકરા તપતા ગરમીજેવો પારો રહે છે. ત્યારે જિલ્લામાં 10 દિવસમાં લધુતમ તાપમાનમાં 4.1 ડિગ્રી અને ગુરૂતમ તાપમાનમાં 4.8 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. ઝાલાવાડમાં ચોમાસુ ઋતુનો વિદાય આવી હોય તેમ હાલ ધીમે ધીમે સાંજે અને રાત્રી દરમિયાન તથા વહેલી સવારે ઠંડક ભર્યુ વાતાવરણ રહે છે.ત્યારબાદ સુર્યનારાયણ આકરા તપતા ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થાય છે.આમ ઝાલાવાડીઓ 15 દિવસથી વધુ સમયથી ડબલ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

જેમાં જિલ્લામાં છેલ્લા 10 દિવસના તાપમાનને ધ્યાને લઇ જોવામાં આવે તો 4.1 ડિગ્રી લધુતમ તાપમાનમાં અને 4.8 ડિગ્રી જેટલો ગુરૂતમ તાપમાનનો પારો વધવા પામ્યો છે.સુરેન્દ્રનગરમાં શુક્રવારના રોજ તાપમાન લઘુતમ 21.1 અને ગુરૂતમ 33.5 નોંધાયુ હતુ.આમ દિવસ ભર દરમિયાન તાપમાનનો પારો 12.4 ડિગ્રી જેટલો વધારો ઘટાડો જોવામળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 22-10-21નુ઼ તાપમાન 10 દિવીમાં સૌથી ઓછુ રહ્યુ હતુ.આમ શિયાળાના આગમનની વેળા હોય તેમ ઠંડકનો અહેસાસ સાથે સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં અને જીમ સહિતમાં કસરત કરવા જોવા મળે છે.

ગત વર્ષની કરતાં આ વર્ષે તાપમાનમાં ઘટાડો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ જોઇએ તો આ વર્ષ શિયાળાનું આગમ વહેલુ થયુ હોય તેમ જણાય છે.જેમાં તફાવતમાં જોઇએ તો ગત વર્ષ 22 ઓક્ટોબર 2020ના રોજ તાપમાન લઘુુતમ 25.0 અને ગુરૂતમ 37.3 તાપમાન હતુ. જ્યારે આ વર્ષ 22 ઓક્ટોબર 2021ના રોજ તાપમાન 21.1 લધુતમ અન 33.5 ગુરૂતમ રહ્યુ હતુ. શુક્રવારે જિલ્લામાં 21.1 લઘુતમ તાપમાન હતું.

અન્ય સમાચારો પણ છે...