ગંદકીનું સામ્રાજ્ય:પાટડીના સવલાસમાં એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતા રોગચાળાનો ભય

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવલાસમાં એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતા રોગચાળાનો ભય - Divya Bhaskar
સવલાસમાં એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતા રોગચાળાનો ભય
  • તંત્ર દ્વારા તાકીદે આ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોએ કરી માંગ
  • ગંદા પાણીના ઉપદ્રવના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી

પાટડી તાલુકાના સવલાસ ગામે છેલ્લા એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતા તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી છે. તંત્ર દ્વારા તાકીદે આ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

પાટડી તાલુકાના સવલાસ ગામે છેલ્લા એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી છે. સવલાસ ગ્રામજનો માટે અવર-જવર માટેનો આ મુખ્ય રસ્તો છે. ગામ તળાવે મહિલાઓને કપડા ધોવા જવા, સ્મશાને જવાનો, અનાજ દળવાની ઘંટીએ જવાનો, શાકભાજી લેવા કે ખેતરે જવા મહિલાઓ સહિતના ગ્રામજનોએ ગંદા પાણી કે પારાવાર ગંદકી તથા કીચડમાંથી પસાર થવાની નોબત આવી છે.

વરસાદી પાણી ભરાવાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વધુમાં આ રહેણાંક વિસ્તાર હોવાથી અહીં પારાવાર ગંદકી અને ગંદા પાણીના ઉપદ્રવના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી છે. આ અંગે સવલાસ ગામના હકીમશાએ આક્રોશ સાથે જણાવ્યું કે, મહિલાઓ સહિતના ગ્રામજનોને આ ગંદા પાણીમાંથી પસાર થઇને જવુ પડતુ હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. લોકોને પગમાં ફોલ્લા થઇ જવાની સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યોં છે. છેલ્લા એક માસથી ભરાયેલા આ ગંદા વરસાદી પાણીના ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા તાકીદે આ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરાય એવી ગ્રામજનોની વ્યાપક માંગ છે.

અન્ય સમાચારો પણ છે...