બેદરકારી:વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે મોટા ખાડાથી અકસ્માતનો ભય, રોડ પર છેલ્લા 1 વર્ષમાં પાંચ  લોકોના મોત થયા હતા

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ -સુરેન્દ્રનગર રોડ પર માર્કેટિંગ યાર્ડ આવેલુ છે.આ ઉપરાંત જીઆઈડીસી વિસ્તાર આવેલો હોવાથી તેમજ ચાર રસ્તાઓની ચોકડી પડતી હોવાથી નાના મોટા વાહનોના દિવસ -રાત ધસારો રહે છે. ત્યારે આ યાર્ડની ચોકડી આગળ જતા રોડની અડીને જ મસમોટો ખાડો છેલ્લા ઘણા સમયથી છે.

કોઇ કામગીરી માટે ખોદાયેલો ખાડો હાલ જેમનો તેમ જોવા મળતા અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રસ્તા પર છેલ્લા એક વર્ષમાં વાહન અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત પણ થયા હતા. પરંતુ હાલ થોડીઘણી છૂટછાટ મળી હોવાથી આ વિસ્તારમાં વાહનનો ધસારો શરૂ થઇ ગયો છે.અને રાત્રિના સમયે પણ આ રોડ પર અંધારૂ હોવાથી આ ખાડામાં વાહનો તેમજ પશુઓ સાથે લોકો પણ પડવાનો ભય રહે છે. આથી આ ખાડાના કારણે મોટી કોઇ દૂર્ઘટના થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...