તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ તાલુકાના વડોદ અને કારીયાણી ગામ વચ્ચે આવેલા પુલની એક સાઇડ એકદમ તુટી ગઇ છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ તુટી ગયેલી પુલની રેલીંગને તાત્કાલીક રીપેર કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ કરી રહ્યા છે.વઢવાણ પંથકના લોકો રસ્તાઓની સમસ્યાને ઘણા સમયથી પીડાઇ રહ્યા છે. ત્યારે રસ્તા ખરાબ બનતા અકસ્માત થવાનો સતત ભય રહે છે. ત્યારે વઢવાણના વડોદથી કારીયાણી ગામ તરફ જતા રસ્તામાં આવતા પુલની રેલીંગ તુટી ગઇ છે. આ પરિસ્થિતિ છેલ્લા છ માસથી છે. પુલથી નીચેનો હિસ્સો 20 ફૂટ ઉંડો હોવાથી અહીથી પસાર થતા વાહનોની રેલીંગ તુટી જતા ન હોવાથી પડવાનો સતત ભય રહે છે. ત્યારે વરસાદના સમયે રસ્તાઓ ભીના થાય ત્યારે વાહનો સ્લીપ થવાની સમસ્યા રહે છે.
ત્યારે જો અહીં અકસ્માત સર્જાય તો અકસ્માતગ્રસ્ત વાહન 20 ફૂટ ઉંડુ પડે અને જાનહાની સર્જાય તેમ છે. આથી કોઇ અકસ્માત સર્જાય તે પહેલા આ રેલીંગ તંત્ર દ્વારા નવી બનાવાવમાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત કારીયાણી – ટીંબા વચ્ચે અને ટીંબા – વાઘેલા વચ્ચે કોઝવે ચોમાસામાં મુશ્કેલી સર્જે છે. આથી વાહનવ્યવહાર ઠપ્પ થાય તે પહેલા યોગ્ય ડાયવર્ઝન કે કાર્યવાહીની માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.