તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભય:ચોટીલાના ઠાંગા પંથકમાં ફરી પાછી દહેશત, ખેતરે બાંધેલી વાછરડીનું દીપડાએ મારણ કર્યું

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
ચોટીલાના ઠાંગા પંથકમાં ફરી પાછી દહેશત, ખેતરે બાંધેલી વાછરડીનું દીપડાએ મારણ કર્યું
  • વનવિભાગ પાંજરુ રાખી દીપડાને વહેલી તકે પકડી પાડે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ

ચોટીલાના પીપળીયા ગામની સીમમાં દીપડાએ ખેડૂતની વાછરડીનું મારણ કર્યું હતુ. જેમાં દીપડાએ બે દિવસમાં બે પશુઓ સહીત શ્વાનનું મારણ કર્યું છે. તેથી લોકોમાં ફફડાટ જોવાં મળી રહ્યો છે. ત્યારે ઠાંગા વિસ્તારમાં દીપડાના ધામાથી માલધારી અને ખેડૂતોમાં ભયનો માહોલ છે.

ખેતરમાં જંગલી પ્રાણીઓની દહેશત

ચોટીલાના પીપળીયા ગામની સીમમાં રાત્રીનાં સમયે ખેડૂત દલપતભાઇ પોપટભાઈ ડાભીની ખેતરે બાંધેલી વાછરડીનું દીપડાએ મારણ કર્યું હતુ. અને ખેતરમાં દીપડાના પગનાં નિશાન પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે એકબાજુ ચોમાસુ નજીક આવતુ હોવાથી ખેડૂતો ખેતી કામમાં ખેતરમાં કામગીરીની મોસમ ચાલતી હોવાથી જંગલી પ્રાણીઓની દહેશત હોવાથી તે દરમિયાન એકબાજુ ખેતીની લાઇટો પણ રાત્રે આવતી હોવાથી ખેડૂતોને પણ ખેતરે જવા માટે ડર સતાવી રહ્યો છે.

બે દિવસમાં બે પશુ સહીત શ્વાનનું દીપડાએ મારણ કર્યું

ચોટીલા પીજીવીસીએલ દ્વારા ખેતી માટેની વિજળી દિવસે આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે. પીપળીયા ગામના ખેડૂતોના પશુઓનું મારણદીપડો કરી ગયાની આશંકાથી પીપળીયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખા દેતો હોવાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પીપળીયા ગામની સીમમાં બે દિવસમાં બે પશુ સહીત શ્વાનનું દીપડાએ મારણ કર્યું હોવાથી ખેતરો પર રહેતા ખેડૂતોમાં પણ એક ચિંતા ઊભી થવા પામી છે. ત્યારે ચોટીલા વનવિભાગ દ્વારા પાંજરુ રાખીને દીપડાને વહેલી તકે પકડી પાડે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...