કોરોના વાઇરસ:દહેશત : ઝાલાવાડમાં 35 દિવસમાં 32 કેસ નોંધાયા, રાહત : 27 દિવસમાં 14 દર્દી કોરોના સામે જંગ જીત્યા

સુરેન્દ્રનગર, પાટડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે 4 દર્દીને અાઇસોલેશન વોર્ડમાંથી રજા અપાઇ ત્યાં પાટડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધ્યો
  • ઝેઝરાની સર્ગભાને સારવાર માટે ખસેડાઇ
  • લખતરના ઢાંકીના શખ્સમાં પણ લક્ષણો જણાતાં તજવીજ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મોડે મોડે એન્ટ્રી થઇ હતી. જેમાં પ્રથમ કેસ તા. 24 એપ્રિલના રોજ નોંધાયા બાદ અત્યાર સુધીમાં 32 કેસ તંત્રના ચોપડે છે. જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 32 કેસ થયા છે. જયારે 14 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. 27 દિવસમાં 14 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. જેમાં શુક્રવારે ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. બીજી તરફ પાટડીના ઝેઝરા ગામની મહિલા કોરોના પોઝીટીવ આવી છે.

મહિલાના સબંધીઓની અમદાવાદ, રાજકોટ, વડોદરાની ટ્રાવેલ હિસ્ટ્રી
વૈશ્વિક મહામારી કોરોના દેશ અને ગુજરાતમાં ફેલાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લો તેનાથી દૂર રહ્યો હતો. પરંતુ જિલ્લા બહારથી આવેલા લોકોના સંક્રમણને લીધે જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ઝાલાવાડમાં છેલ્લા 35 દિવસમાં કોરોનાના 32 કેસ નોંધાયા છે. તો કોરોનાને લીધે મોત થયાના જિલ્લાના દર્દીઓનો આંક શૂન્ય છે. અને 32માંથી 14 દર્દીઓ સાજા થતા છેલ્લા 27 દિવસમાં હેમખેમ ઘેર ગયા છે. શુક્રવારે સાયલા તાલુકાના સુદામડા, નાના સખપરના બે દર્દી અને દાળમીલ રોડ પર રહેતા મહિલા સાજા થતા રજા અપાઇ હતી.

જયારે પાટડીના ઝેઝરા ગામના અલ્કાબેન કરશનભાઇ ચાવડાના લગ્ન પાટડીના વડગામના ભરતભાઇ રાઠોડ સાથે થયા હતા. ત્યારે 6 મહિનાની ગર્ભવતી મહિલાને થોડા સમય અગાઉ રૂટીન ચેકઅપ માટે અમદાવાદ લઇ જવાયા હતા. એ પહેલા તેઓ બરોડા પણ ગયા હતા. ત્યારે શુક્રવારે એમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લઇ જઇ હતી. આ ઘટનાની જાણ થતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર સહિત વહિવટી તંત્ર અને પોલીસ કાફલો ઝેઝરા દોડી ગયો હતો. અને મહિલાના મકાનની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કરી સર્વે અને સેનિટાઇઝીંગ હાથ ધરાયું હતું.

મહિલાના સાસરી-પિયરના 17 કોરોન્ટાઇન
પાટડીના ઝેઝરાના 23 ઘર અને 97 વ્યકિતઓને જ્યારે વડગામના 7 ઘર અને 30 વ્યકિતઓને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રખાયા હતા. ઝેઝરાના 112 ઘર અને 537 વ્યકિતઓને અને વડગામના 100 ઘર અને 450ને બફર ઝોનમાં રાખ્યા હતાં. સગર્ભાના પિયરના 7 અને સાસરીયાના 10 મળી 17ને કોરોન્ટાઇન કરાયા છે. 

અન્ય સમાચારો પણ છે...