ધરપકડ:વઢવાણની માળોદ ફાટક પાછળ ચેકડેમ પાસે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે પિતા પુત્ર ઝડપાયા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200 લીટર દારૂ, સાધનો સહિત 16,130નો મુદ્દામાલ જપ્ત

વઢવાણ શહેર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં દારૂની બદ્દીને લઇને ખાનગી વાહનોમાં વઢવાણ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે ગણપતિ ફાટસર માળોદ ફાટક પાછળ ચેકડેમ પાસે ખુલ્લી જગ્યામાં બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠીનો પોલીસે પર્દાફાસ કર્યો હતો. રૂ. 16,130ના મુદ્દામાલ સાથે પિતા-પુત્રને દબોચી લીધા હતા. વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, વિજયસિંહ રથવી, ધીરેશભાઈ સહિતની ટીમ સોમવારે વહેલી સવારમાં ખાનગી વાહનમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંગે પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન વઢવાણ માળોદ ફાટક પાસે પહોંચતા બાતમીના આધારે રેડ કરતાં છબીલભાઈ કેશરભાઈ તથા તેમનો દીકરો હિતેશભાઈ છબીલભાઈ વઢવાણ ગણપતિ ફાટસર માળોદ ફાટક પાછળ ચેક ડેમ પાસે ખુલ્લી જગ્યામાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાનો આથો નાખી, દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા મળી આવ્યા હતા. છબીલભાઈ અને હિતેષભાઈને દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સાથે કુલ રૂ.16,130ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ભઠ્ઠીમાંથી આટલી વસ્તુ ઝડપાઈ
દેશી દારૂ ગાળી ગરમ તથા ઠંડો દેશી દારૂ 4,000ની કિંમતનો અંદાજે લીટર 200, 11,100ની કિંમતનો આથો કુલ 5550 લીટર, પ્લાસ્ટીકના 5 બેરલ, રૂ.1030ની કિંમતની પ્લાસ્ટીકની 6 ટાંકી, પતરાના 7 બેરલ તથા સ્ટીલની ડીશવાળી નળી, ગરણી સહિતના સાધનો.

અન્ય સમાચારો પણ છે...