તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:ખેડૂતોના રૂ. 40.80 લાખ ચાંઉ કરનારો આરોપી આણંદના ગોહિલપુરાથી ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતો પાસેથી કપાસ અને અેરંડા જેવી ખેતીની ઉપજ ખરીદીને ખેડૂતોના રૂ. 40,80,153 ન ચુકવી છેલ્લા 10 માસથી આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલી કડક સુચના અનુસાર વઢવાણ ડીવાયઅેસપી અેચ.પી.દોશીના માર્ગદર્શનમાં વઢવાણ પોલિસ સ્ટેશનના આરોપી સિંકદરખાન જીતસીંગ રાઠોડ (મોલેસલામ ગરાસીયા) ઉંમર વર્ષ- 36 ( રહે- નાપાડવાંટો ગોહિલપુરા, આણંદને બલદાણા તેમજ ગોમટા ગામના ખેડૂતો પાસેથી કપાસ અને અેરંડા જેવી ખેતીની ઉપજ અલગ-અલગ રકમની ખરીદ કરી અમુક રકમ ચુકવી આપી ખેડૂતોનો વિશ્વાસ કેળવી ખેડૂતો પાસેથી વેચાણ રાખેલા કપાસ તથા અેરંડાની ચુકવવા પાત્ર કુલ રકમ રૂ. 40,80,153ની ચુકવણી નહી કરી ગુન્હો કરી છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપી સિંકદરખાન જીતસીંગ રાઠોડ ( મોલેસલામ ગરાસીયા )ને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી નાપાડવાંટો ગોહિલપુરા તા.જી.આણંદ ખાતે અેના રહેણાંક મકાનેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ પોલિસના આ દરોડામાં પીઅેસઆઇ ડી.ડી.ચુડાસમા, પ્રધ્યુમનસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ, ગૌતમભાઇ, રોનકભાઇ અને વિજયસિંહ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો