ખેડૂતોમાં રોષ:સાયલાના ઢેઢુકીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજલાઇનના કામમાં જંત્રી મુજબ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ

સાયલાના ઢેઢુકી ગામે જેટકો કંપનીની વીજલાઇન નાંખવાનું કામ ચાલે છે.જેમાં ખેડૂતોને વળતરની રકમ નક્કી કર્યા વગર કામ ચાલુ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.આથી ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચરી ધસી આવી સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી.જેમાં ન્યાય માંગીતો પોલીસ કેસકરવાની ધમકી આપતા હોવાથી અને નિયમમુજબ વળતર અપાવવામાંગ કરી હતી.

સાયલા ઢેઢુકી ગામે સાપર સબસ્ટેશનથી પચ્છમ સબસ્ટેશન સુધી 400 કેવી વીજલાઇન પસાર કરવાનું કામ ચાલુ છે.જમાં ખેડૂતોને પુરતુ વળતર ન અપાતા ખેડૂતો રોષે ભરાયા હતા.આથી કિસાન સંગઠન આપના રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર સાથે ધસી આવ્યા હતા.જ્યાં અર્ધનગ્ન થઇ વીજકંપનીનો વરોધ સાથે આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુબજ ઢેઢુકી ગામના ખેડૂતોને કોન્ટ્રાક્ટરોએ વળતરની રકમ નક્કી કર્યાવગર પોલીસ સાથે રાખી ખેતરો કબ્જા લેવામાં આવી રહ્યા છે.

પોલીસને અધિકારીના પ્રોટેક્શન માટે હુકમ કરાયો તે પોલીસ આગળ કરી કેસ કરવાની ધમકી આપી ડરાવાય છે. ગુજરાતમાં 2011પછી જંત્રી રીવાઇઝ થઇ નથી વીજલાઇન વળતરના કિસ્સામાં કચ્છ, અરવલ્લી, મોરબી જેવા જિલ્લામાં જંત્રી 15થી 35 રૂપીયા છે.ત્યાં વીજલાઇન પસાર કરવા સમયે ખેડૂતોને 1000 રૂપીયાથી વધારે જંત્રીનક્કી કરી વળતર ચુકવવા હુકમો થયા છે.

જે મુજબ સાયલાના ખેડૂતોને પણ વળતર મળવુ જોઇએ એક રાજ્યના જુદાજુદા જિલ્લામાં અલગ નીયમો કેવીરીતે હોઇ શકે.ખેડુતોના મકાન, છેડ, ટ્યુબવેલ, બોરકોરીડોર 46 મીટરની મર્યાદામાં છતા તેનુ વળતર ચુકવાતુ નથી.આથી જ્યાં સુધી વળતરની યોગ્ય રકમ નક્કી ન થાય ત્યાં સુધી કામ ચાલુ ન કરવામાં આવે અને વીજકંપની અને પોલીસ ખેડૂતોને હેરાન ન કરે તેવી સુચનાઆપવા માંગ કરી હતી.જોતેમ નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી આપી હતી. જ્યારે કલેક્ટર કે.સી.સંપટે મળવા તા.20 આપી ખેડૂતો સાથે બેઠક કરી વાત કરી સમસ્યા નીરાકરણ લાવવા ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...