ધીરજ ખૂટી:વઢવાણ તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલના ગેટ જાતે ખોલી નાખ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ તાલુકાના 5 ગામના ખેડૂતોએ નર્મદા કેનાલના મુખ્ય ગેટ પર પહોંચી જાતે દરવાજા ખોલી નાખ્યા હતા. - Divya Bhaskar
વઢવાણ તાલુકાના 5 ગામના ખેડૂતોએ નર્મદા કેનાલના મુખ્ય ગેટ પર પહોંચી જાતે દરવાજા ખોલી નાખ્યા હતા.
  • 5 ગામને સિચાઇનું પાણી નર્મદા કેનાલ મારફતે મળતું હતું તે ઘણા સમયથી બંધ હતું
  • હજારો હેક્ટરમાં વાવેલો ઉનાળુ પાક પાણી વગર સુકાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે: ખેડૂતો

વઢવાણ તાલુકાના 5 ગામને મળતું નર્મદા કેનાલું સિંચાઇ માટેનું પાણી ઘણા સમયથી બંધ હતું. હાલ ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર સહિતના પાકનું હજારો હેક્ટરમાં વાવેતર કરાયું છે. જે પાણી વગર સુકાઇ જવાનો ભય હોવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ નર્મદા કેનાલના ગેટ જાતે ખોલી પાણી વહેતું કરી દીધું હતું.

વઢવાણ તાલુકાના મેમકા, વાડલા, શિયાણી, ખજેલી, વરસાણી 5 ગામને પાણી નર્મદા કેનાલથી મળતું હતું. જેમાં ખેડૂતો સિંચાઇ માટે પણ મળતું હતું. પરંતુ છેલ્લાં ઘણા સમયથી નર્મદા કેનાલમાં પાની ન આવતા સૂકી ભઠ્ઠ બની ગઇ હતી. આથી ઘણો સમય રાહ જોવા છતાં પાણી કેનાલમાં છોડાયા ન હતા. આથી હજારો હેક્ટર જમીનમાં હાલ વાવેતર કરેલો તલ, બાજરી, જુવાર સહિતનો ઉનાળુ પાક નિષ્ફળ જવાનો ખેડૂતોમાં ભય હતો.

આથી ધીરજ ખૂટતા રોષે ભરાયેલા 5 ગામના ખેડૂત નર્મદા કેનાલના મુખ્ય ગેટે ધસી ગયા હતા. જ્યાં કેનાલનો ગેટ 2 કલાકની મહેનત બાદ ખોલી નાખ્યા હતા.આમ કેનાલમાં પાણી છોડવાથી બળી જતો પાક બચી જવાની આશા વ્યક્ત કરી હતી. આ અંગે ખેડૂતોએ જણાવ્યું કેખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યા હતા તે તૈયાર થઈને પાણીની રાહમાં હતા. દિવસો વીત્યા પાક સૂકાવા લાગ્યું ખેડૂતો અનેક વાર માગ કરી હવે પાણી નહીં તો પાક નિષ્ફળ જવાના ભીતિ ખેડૂતોને લાગી હતી.

નર્મદા કેનાલમાં ગેટની એક તરફ કોઠારિયા ગામના ખેડૂતો ભરેલી કેનાલમાંથી સિંચાઇ કરી રહ્યા હતા. બીજી તરફ઼ 5 ગામના ખેડૂતો પાણી માટે તરસી રહ્યા હતા.ખેડૂતોના ઉનાળુ વાવેતરમાં મોટી સંખ્યામાં તલનો પાક વાવ્યો છે. પાકને છેલ્લું પિયત આપવાનું છે. જો પિયતનું પાણી નહીં મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને મોટુ પાક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...