જિલ્લાના નાના ખેડૂતો પાસે સંસાધનો મર્યાદીત હોવાથી સરકારી યોજના થકી આવક વધારવા એક સંગટન ઉભુ કરાયુ છે.જેને ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન કહે છે.જે ખેડૂતોથી સંચાલીત અને તેમના હકોના રક્ષણ કાર્ય કરે છે અને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો તેમજ તેમના ઉત્પાદનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ જેવી સુવિધાઓ પુરી પાડે છે જેમાં વઢવાણ, લખતર અને મુળી તાલુકાનાં 300થી વધારે ખેડૂતો મળીને VLM Surendranagar SPNF Farmers Producer Co Ltd. નામનું એક ખેડૂત ઉત્પાદન સંગઠન ઊભું કર્યું છે. જે બસસ્ટેન્ડ પાસે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરાયુ છે.
આ અંગે ગૌતમગઢના હમીરસિંહ પરમારે જણાવ્યુ કે આ FPO અંતર્ગત બનાવેલ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતી કરતાં સર્ટિફાઇડ ખેડૂતોના કૃષિ ઉત્પાદનો વેચાણ કરાય છે.જેમાં ખેડૂતોના ફાર્મની અમે મુલાકાત કરીએ અને સો ટકા શુધ્ધતાની ખાતરી મળે પછી જ તેમનો માલ વેચાણ કરાય છે.જેથી દર રવિવારે તાજા શાકભાજી વેચાણ કરાય છે.
અહીં ખેડૂતો પોતાના ભાવથી જ પોતાની જણસનું ઉત્પાદનો વેચાણ કરી શકે છે એ પ્રકારનું આયોજન અહીંથી કરાય છે.જેના 300 ખેડૂત સંસ્થાનો શેર હોલ્ડર છે.તાજા પ્રાકૃતિક શાકભાજીથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ અંગે કેન્દ્રના સીઇઓ અચ્યુતભાઇ પટેલે જણાવ્યું કે આ એફપીઓમાં દર મહિને લાખ થી દોઢ લાખના મૂલ્યોના ઉત્પાદનોનું અહીંથી વેચાણ થાય છે. છેલ્લા છ માસમાં રૂ.10 લાખથી વધુનું વેચાણ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.