તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પીપળીયા ઢોરા ગામના ખેડૂતોએ વિજપાવર મામલે વિજકચેરી સહિત પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
પીપળીયા ઢોરા ગામના ખેડૂતોએ વિજપાવર મામલે વિજકચેરી સહિત પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
  • ખેતીવાડી વિસ્તારમાં આવતો વિજપાવર દિવસના સમયે કરી આપવા અંગે માંગ
  • વન્યપ્રાણીઓની અવરજવર ખેતરોમાં રહેતી હોવાથી માગણી કરી

ચોટીલાના ઠાંગા તરીકે ઓળખાતા વિસ્તારમાં પીપળીયા ઢોરા ગામના ખેડૂતોએ ખેતીવાડી વિસ્તારમાં વિજપાવર રાત્રીના સમયે આપવામાં આવે છે. તે વિજપાવર દિવસના સમયે આપવામાં આવે તેવી માંગ સાથે વિજકચેરી સહિત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વિજપાવર ના આવતા ખેડૂતોને હાલાકી

ચોટીલા પીપળીયા ઢોરા સહિત અનેક ગામોમાં વિજપાવર રાત્રીના સમયે આવતો હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને વાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ છે. જેને લઈને ખેતીવિસ્તારમાં ખેડૂતોને આગોતરા વાવેતરમાં મોલને પાણી પાવા જવા માટે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. તો આ વીજ પાવર દિવસના સમયે આપવામાં આવે તેવી માંગ સાથે વિજકચેરી સહિત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...