તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતે જાતે શરૂ કર્યું કામ:હળવદના મયુરનગર ગામના ખેડૂતોએ સ્વખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના મયુરનગર ગામના ખેડૂતોએ સ્વખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા - Divya Bhaskar
હળવદના મયુરનગર ગામના ખેડૂતોએ સ્વખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા
  • કેનાલની સફાઇ બાબતે અમે ઉચ્ચલેવલે રજૂઆત પણ કરી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી: અધિકારી

મોરબી જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલ સફાઈ અને જંગલ કટિંગના કામ અધિકારીઓ કાગળ ઉપર જ દર્શાવી દેતા હોય ખેડૂતોને પૂરતું પાણી ન મળતા અને મળે તો ગમે ત્યારે કેનાલ તુટવાથી ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે આજે હળવદના મયુરનગર ગામના ખેડૂતોએ સ્વ ખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ યોજના થકી અસંખ્ય ખેડૂતો સિંચાઈ યોજનાનો લાભ મેળવે છે પરંતુ આ કેનાલમાં ઊગી નીકળતા ઝાડી,ઝાંખરા કેનાલના આયુષ્યને ઘટાડવાની સાથે ખેડૂતોને સિંચાઈમાં બાધા રૂપ બનતા હોવા છતાં દરવર્ષે નર્મદા કેનાલના બાબુઓ માત્ર કાગળ ઉપર જ સફાઇ અને જંગલ કટિંગ દર્શાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા હોય ખેડૂતો સ્વખર્ચે કેનાલ સફાઈ કરવા મજબૂર બન્યા છે.

ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી નીકળતી ટીકર-ડિ-22 કેનાલ કે જે મયુરનગરથી પસાર થાય છે જોકે આ કેનાલમાં પાછલા ઘણા સમયથી જાળી જાખર ઊગી ગયા હોવાને કારણે અવનવા કેનાલ છલકાવા તેમજ કેનાલ તૂટી જવાના બનાવો બનતા હોય છે, જેના કારણે ખાસ કરીને કેનાલ કાંઠે રહેલા ખેતરમાં પાણી ભરાઇ જતા હોય છે. જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે જોકે કેનાલ સાફ કરાવવા માટે ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓની આળસ હજુ ગઈ નથી જેથી આજે મયૂરનગરના ખેડૂતોએ સ્વખર્ચે નર્મદા કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.

આ અંગે ખેડૂત આગેવાન રણછોડભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ અંગે નર્મદા વિભાગને અનેકો વખત રજૂઆત કરવા આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા કંટાળેલા ખેડૂતો ના છુટકે જાતે કેનાલની સફાઇકામમાં જોતરાયા છે. જ્યારે આ અંગે નર્મદા વિભાગના વરમોરાએ જણાવ્યું કે, કેનાલની સફાઇ બાબતે અમે ઉચ્ચલેવલે રજૂઆત પણ કરી છે. અને એ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...