તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
  • લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા અને થાનગઢ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનુ આગમન
  • વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી

સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદનું જોરદાર આગમન થયું હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા અને થાનગઢ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધીમી ધારે વરસાદ ખાબકતા જગતના તાત માટે હરખની હેલી સર્જાઇ હતી. બીજી બાજુ અષાઢી બીજના એક દિવસ પહેલા જ ઝાલાવાડ પથંકમાં કાચા સોના જેવો વરસાદ ખાબકતા વાવણી કરી ચુકેલા ખેડૂતો અને વાવણીની તૈયારી કરી રહેલા ધરતીપુત્રો રાજીના રેડ થઇ ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા અને થાનગઢ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખાબકતા નાના નાના બાળકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...