પાણી મામલે ખેડૂતો મેદાનમાં:સુરેન્દ્રનગરના જેસડામાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના જેસડામાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનું ઉપવાસ આંદોલન - Divya Bhaskar
સુરેન્દ્રનગરના જેસડામાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનું ઉપવાસ આંદોલન
  • ખેડૂતો નર્મદાની કેનાલ પાસે ઉપવાસ પર ઉતર્યા અને રામધૂન શરૂ કરી
  • તંત્રને વારંવાર પાણી છોડવાની માંગ કરવા છતાં છોડવામાં ન આવતા ભારે રોષ
  • ભારે ઉહાપોહ અને ખેડૂતોના આક્રોશ વચ્ચે ગામમાં ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં સૌથી મોટી સમસ્યા પાણીની સમસ્યા બની ચૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ સમયમાં જ પાણીની સમસ્યા વિકટ સમસ્યા બની ચુકી હતી. પરંતુ હવે તો ઉનાળાના ઉતરતા દિવસો છે. ત્યારે વધુ કથળતી પરિસ્થિતિ પાણી મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ છે. જેના પગલે સુરેન્દ્રનગરના જેસડા ગામે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો નર્મદાની કેનાલ પાસે ઉપવાસ પર ઉતર્યા હતા અને રામધૂન શરૂ કરી હતી. જો કે આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ખેડૂતો પાણી મામલે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. આમ તો દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 મેથી કેનાલોમાં પાણી આપવાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ પણ પ્રકારની પાણી આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દર વર્ષે કપાસનું આગોતરું વાવેતર કરતા હોય છે. ત્યારે આ વર્ષે કેનાલમાં પિયત માટે સરકાર દ્વારા પાણી આપવામાં ન આવતા આ વાવેતર અટકી પડ્યું છે.

થોડા દિવસ પહેલાં પાણી પ્રશ્ને લઈને ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ સરકારને રજૂઆત કરી હતી અને તાત્કાલિક પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. રોડ-રસ્તા અને હાઇવે ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ તંત્રની હજુ સુધી આંખ ખુલી નથી અને કેનાલમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું નથી. જેને લઈને ખેડૂતોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે આ મામલે હવે ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના જેસડા ગામ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

ત્યારે 15મીથી જે પાણી કેનાલમાં પિયત માટે છોડવું જોઈએ તે સરકાર હજુ સુધી છોડી શકી નથી. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના હજારો ખેડૂતો વાવેતર વગર ખેતર સૂકાભઠ્ઠ પડ્યા છે, ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા કેનાલમાં ઉતરી અને ઉપવાસ આંદોલન કરવાની સાથે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે. અને સરકાર પાસે પાણી છોડવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જો કે આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતો કેનાલમાં જ ઉપવાસ આંદોલન પર બેસ્યાસુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ સમસ્યા બની છે. કેનાલોમાં પિયત માટે પાણી આપવાની માંગ ખેડૂતોએ ઉનાળાના પ્રારંભના સમયગાળાથી જ કરી છે. તેમ છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારની પાણી આપવાની વ્યવસ્થા નથી કરી શક્યું. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાના જેસડા ગામે ખેડૂતો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે અને કેનાલમાં જ રામધુન બોલાવવામાં આવી છે. ઉપરાંત સરકાર જાગે અને આગોતરા વાવેતર માટે પિયત માટે કેનાલમાં પાણી છોડે તેવી માંગણી કરવામાં આવી છે.

પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયુંસુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યાના મામલે ખેડૂતો નર્મદાની કેનાલ ખાતે દોડી ગયા છે અને નર્મદાની કેનાલમાં જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ચૂક્યા છે. જ્યાં સુધી પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે અને રામધુન પણ બોલાવવામાં આવી છે. ઉપરાંત સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું છે અને આ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન કરતો જિલ્લો સુરેન્દ્રનગર છે. ત્યારે દર વર્ષે સરકાર દ્વારા આગોતરા વાવેતર માટે 15 મેથી કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે. પરંતુ આ ચાલુ વર્ષે સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. તેને લઈને વાવેતરને નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે. કપાસના વાવેતરને નુકશાન જતા ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ ઉપર પણ અસર પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે આ મામલે ખેડૂતો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે સરકાર દ્વારા વિચારણા કરી ત્યારબાદ ખેડૂતોના વાવેતર માટે પિયત માટે પાણી છોડવામાં આવે તે જરૂરી બન્યું છે.

જેસડામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોજેસડા ગામ એ પશુપાલન અને ખેતી ઉપર આધારિત ગામ છે. પરંતુ સરકાર દ્વારા પિયત માટે પાણી છોડવામાં ન આવતાં ગામમાં વાવેતર અટક્યું છે. પશુઓને પણ પિવાના પાણી માટે વલખા છે. ત્યારે ધાંગધ્રાના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવી અને કેનાલની ઉપર જઈ અને રામધૂન બોલાવવામાં આવી છે અને ઉપવાસ આંદોલન ઉપર ખેડૂતો ઉતર્યા છે, તેમજ આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના જેસડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...