તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચોટીલાના પીપળીયા (ઢોરા) ગામે જેટકો કંપનીની કામગીરીથી ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના પીપળીયા (ઢોરા) ગામે જેટકો કંપનીની કામગીરીથી ખેડૂતો પરેશાન - Divya Bhaskar
ચોટીલાના પીપળીયા (ઢોરા) ગામે જેટકો કંપનીની કામગીરીથી ખેડૂતો પરેશાન
  • ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને ખેડૂતો દ્વારા રજુઆત કરાઇ

ચોટીલા તાલુકાનાં પીપળીયા (ઢોરા) ગામે જેટકો કંપનીની કામગીરી દરમિયાન ખેડૂતોના માલિકીના ખેતરોમાં વીજપોલના ખાડાઓ ગાળતા હોવાથી ગામનાં ખેડૂતો એકઠા થયા હતા. તેમ છતાં પણ જેટકો કંપનીનાં અધિકારીઓ સાથે ખેડૂતોએ વાતચીત કરવા છતાંય પણ કોઇ જ નિવેડો ન આવ્યો હોવાથી ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને ખેડૂતો દ્વારા રજુઆત કરાઇ હતી.

ગ્રામજનોનાં પ્રશ્નોનોને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે

ચોટીલા તાલુકાનાં પીપળીયા (ઢોરા) ગામે જેટકો કંપનીની કામગીરી દરમિયાન ખેડૂતોના માલિકીના ખેતરોમાં વીજપોલના ખાડાઓ ગાળતા હોવાથી ગામનાં ખેડૂતો રોસે ભરાયા હતા. બાદમાં ખેડૂતો દ્વારા આ વિકટ પ્રશ્ન બાબતે ચોટીલાના ધારાસભ્ય રૂત્વીજભાઇ મકવાણાને રજૂઆતો કરવામાં આવી હતી. અને પીપળીયા (ઢોરા)ના ગ્રામજનોની રજુઆત ધ્યાને લઇને ધારાસભ્ય રૂત્વીજભાઇ મકવાણા તાત્કાલિક પીપળીયા ગામે ઘસી ગયા હતા. તૈયાર બાદ અમદાવાદથી જેટકો કંપનીના એન્જિનિયરોને બોલાવી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વહેલી તકે ગ્રામજનોનાં પ્રશ્નોનોને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું જેટકો કંપનીને સુચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...