તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામધૂન:સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ કર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ કર્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ કર્યો
  • ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી
  • ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતો રજૂઆત કરવા દોડી આવ્યા
  • આ વર્ષે 25 ટકા જ વરસાદ, કેનાલ છે ત્યાં પણ નર્મદાનું પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદ, ખેડૂતોએ જિલ્લા પંચાયત, કલેકટર કચેરીએ માગણી કરી
  • જિલ્લામાં 72 દિવસથી વરસાદ નથી છતાં ચોમાસું પૂરું થાય ત્યાં સુધી તંત્ર રાહ જોશે

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખુબ લાંબો સમય સુધી ખેંચાતા સુરેન્દ્રનગર જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતો રજૂઆત કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે ખેડૂતોએ રામધુન બોલાવી હલ્લાબોલ મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, લખતર સહીતના તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં રજૂઆત કરવા દોડી આવતા જિલ્લા પંચાયત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ. જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાત‍ા જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થતા જગતના તાતની હાલત અત્યંત કફોડી થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધરતીપુત્રોએ નુકસાની અંગે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે તંત્રને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતી તેમજ આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા પણ ખેડૂતોનાં આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતુ. બીજી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વચ્ચે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા છેક ગાંધીનગર સરકાર સુધી લેખીત રજૂઆત પણ કરી છે.

મંજૂરી પછી સરવે કરીશું
ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓછો વરસાદ થતા દુષ્કાળ જાહેર કરવાની રજૂઆત કરવા માટે ખેડૂતો આવ્યા હતા. તેમની માંગણીને રજૂઆત માટે સરકારમાં મોકલીશું. જિલ્લામાં જ્યાં પીયતની સગવડતા નથી ત્યાં નુકસાન થયું છે. નુકસાનીનો સરવે કરવા સરકારની પરમિશન માંગીશુ. મંજૂરી બાદ સરવે કરીશુ. તે પછી નુકસાનનો સાચો ખ્યાલ આવશે.

રજૂઆતમાં ખેડૂતોની મહત્ત્વની માંગણી

  • ગુજરાત ભરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, છેલ્લા ત્રીસ વર્ષની સરેરાશની સરખામણીએ ચાર આના જ વરસાદ થતા પાક નિષ્ફળ ગયો હોવાથી સરકાર સહાય ચુકવે
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના વિકલ્પ તરીકે ગુજરાતમાં જાહેર કરાયેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પાક વિમા અંતર્ગત ખેડૂતોને નુકશાન સામે હેક્ટરે 20,000 અને 25,000 સહાય ચુકવવાની જોગવાઇનો અમલ કરવામાં આવે
  • સુરેન્દ્રનગરના મોટાભાગના તાલુકાઓમાં એક વરસાદ થયા પછી બીજો વરસાદ થયો નથી ખરેખરતાલુકા મથકના ખોટા વધારાના આંકડાઓ લખી ખેડૂતોને સહાય ન ચુકવવી પડે એવા વાસ્તવિકતાથી વધારે અને ખોટા આંકડા અંગે તપાસની માંગ કરી
  • એસડીઆરએફના ધારાધોરણ મુંજબ 33 ટકાથી વધારે નુકશાન હોય તો ખેડૂતોને સહાય મળે છે હાલ મહતમ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી તાત્કાલીક ધોરણે સર્વે કરી એસડીઆરએફ ધારાધોરણ મુંજબસહાય ચુકવવા માંગ કરાઇ
  • અર્ધદુષ્કાળ અને દુષ્કાળ જાહેરકરવા માટેન માપદંડો નક્કી કરાયા મુંજબ તાત્કાલીક દુષ્કાળ જાહેર કરવામાં આવે અને દરેક ગામ માટે પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારા, ખેતમજુરો કામ અને ગામના દરેક પરિવારની અન્ન સલામતી સુનીશ્ચિત કરવા માંગ કરાઇ

તાલુકા વાઇઝ સિઝન 2021નો અત્યાર સુધીનો વરસાદ

તાલુકોવરસાદ(મીમીમાં)
ચોટીલા190
ચુડા240
દસાડા102
ધ્રાંગધ્રા89
લખતર145
લીંબડી121
મુળી145
સાયલા175
થાનગઢ209
વઢવાણ154

30 નવેમ્બરના વરસાદને આધારે દુષ્કાળ જાહેર થઇ શકે
30 નવેમ્બર સુધી ચોમાસાની સિઝન હોવાનું સરકારી ધોરણે મનાય છે. દુષ્કાળ જાહેર કરવા 30 નવેમ્બર સુધીના કુલ વરસાદને ધ્યાને લેવાય છે. જેમાં 125 એમએમ વરસાદ થયો હતો તો સરકાર ઇચ્છે તો દુશ્કાળ જાહેર કરી શકે. તેમ છતા દુશ્કાળ જાહેર કરવાનો નિર્ણય સરકાર પોતે લે છે. - સુહાની કેલૈયા, મામલતદાર-ડિઝાસ્ટર

જિલ્લામાં તાલુકા વાઇઝ ખરીફ પાકોનું વાવેતર (હેક્ટરમાં)

તાલુકોખેડવા લાયક વિસ્તારખરીફ વાવેતર
ચોટીલા50,03143,175
ચુડા40,40639,580
દસાડા1,15,29881,712
ધ્રાંગધ્રા96,63679,110
લખતર57,34652,008
લીંબડી83,25771,883
મુળી58,77249,722
સાયલા56,24750,290
થાનગઢ14,31514,128
વઢવાણ62,82957,290
કુલ6,36,1375,38,898
અન્ય સમાચારો પણ છે...