તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણનીતિ:ખેડુત આગેવાનોએ સત્તા પરિવર્તન લાવવા મેદાનમાં ઉતરવું જરૂરી, ચોટીલામાં ખેડૂત એકતા મંચ અને ખેડૂત આગેવાનોની મીટીંગ યોજાઇ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
ખેડુત આગેવાનોએ સત્તા પરિવર્તન લાવવા મેદાનમાં ઉતરવું જરૂરી, ચોટીલામાં ખેડૂત એકતા મંચ અને ખેડૂત આગેવાનોની મીટીંગ યોજાઇ
  • સૌની યોજના, વિજપોલ વળતર, હાઇવે પર કપાત જમીનના વળતર સહિતની ચર્ચાઓ કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ગુજરાત ખેડુત એકતા મંચની મીટીંગ મળી હતી. મીટીંગમાં સૌ પ્રથમ કોરાનામાં મૃત્યુ પામેલા ખેડૂતોને બે મીનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને લગતા પ્રશ્નો માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૌની યોજના, વિજપોલ વળતર, હાઇવે પર કપાત જમીનના વળતર સહિત ખેડૂતો માટે કામ કરતા ખેડૂત આગેવાનોએ સત્તા પરિવર્તન લાવવા મેદાનમાં ઉતરવું ખાસ જરૂરી છે તેવો એક અવાઝે સુર નીકળ્યો હતો. જેથી ટુંક સમયમાં સરકાર સામે મેદાનમાં આવવાના ચોગઠા પથરાવાના સંકેતો જણાઇ રહ્યાં છે.

આ મીટીંગમાં સાગરભાઇ રબારીએ ખેડૂત એકતા મંચે ખેડૂત માટે કરેલા કામોની વિગતે ચર્ચા કરી હતી. જ્યારે નાગજીભાઈ ભાયાણીએ કોઇપણ ખેડૂત આગેવાનોનું નામ લીધા વગર મર્મ અને ગર્ભીત રીતે ખેડૂત આગેવાનોએ ખેડુતના હિત માટે રાજકીય મેદાનમાં ઝંપલાવવુ તે સરળ ઉપાય છે. તેમજ ભરતસિંહ વાળાએ રાજકારણનું રણશિંગું ફૂંકાવા માટે પાણીદાર વાત કરી હતી. જેથી તમામ આગેવાનોએ રાજકીય ઉથલપાથલ કરવા "પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એજ કલ્યાણ" કહી ખેડૂત માટે કામ કરતા ખેડુત આગેવાનોએ સત્તા પરિવર્તન લાવવા મેદાનમાં ઉતરવું ખાસ જરૂરી છે તેવો એક અવાઝે સુર નીકળ્યો હતો તેથી ટુંક સમયમાં સરકાર સામે મેદાનમાં આવવાના ચોગઠા પથરાવાના સંકેતો જણાઇ રહ્યાં છે.

આ મીટીંગમાં ખેડૂત એકતા મંચના પ્રદેશ પ્રમુખ સાગરભાઇ રબારી, ઉપ પ્રમુખ રમેશભાઇ વીરાણી, મહામંત્રી પીનાકીનભાઇ ધામેલીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભાઇ તરેડી, મહુવા પ્રમુખ ભીલ હરેશભાઈ એમ નીચાં કોટડા, તળાજા પ્રમુખ અશોકસિંહ કે. સરવૈયા નવી કામરોલ, રામભાઇ ભંમર પાદરી, રતનસિહ ડોડીયા, જુનાગઢ પ્રમુખ મહંમદભાઇ શીડા, જામનગર પ્રમુખ રામદેવસિહ જાડેજા, નાગજીભાઇ ભાયાણી વિસાવદર, ગીર સોમનાથ પ્રમુખ રમેશભાઇ બારડ, પ્રવિણભાઇ પડારીયા કાલાવડ, કેતનભાઇ ગઢીયા જેતપુર, મહેસાણા પ્રમુખ રાજુભાઇ ચૌધરી વગેરે આગેવાનોએ હાજરી આપી હતી. આ મીટીંગનુ આયોજન સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રાજુભાઇ કરપડા અને તેની ટીમે કર્યુ હતું.

ચોટીલામા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગરભાઈ રબારીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઇ હતી. જેમાં સૌ પ્રથમ કોરાનામા મૃત્યુ પામેલા ખેડૂતોને બે મીનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને લગતા પ્રશ્નો માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૌની યોજના, વિજપોલ વળતર,હાઇવે પર કપાત જમીનના વળતર સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો સહિત નાગજીભાઈ ભાયાણી, રતનસિંહ ડોડીયા, અલ્પેશભાઈ ગાબુ, ચેતનભાઈ ગઢીયા, રામકુભાઈ કરપડા, રાજુભાઈ સોનારા અને ચોટીલાના અમરીષભાઈ, છત્રજીતભાઈ ખાચર સહિતની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...