તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સાયકલ યાત્રા:કેન્દ્ર સરકારના નવા ત્રણ ક્રુષિ કાયદા રદ કરવાની માંગ સાથે સાયકલ યાત્રા લઇ નીકળેલા ખેડૂત આગેવાન સુરેન્દ્રનગર પહોંચ્યાં

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારના નવા ત્રણ ક્રુષિ કાયદા રદ કરવાની માંગ સાથે સાયકલ યાત્રા લઇ નીકળેલા ખેડૂત આગેવાન સુરેન્દ્રનગર પહોંચ્યાં - Divya Bhaskar
કેન્દ્ર સરકારના નવા ત્રણ ક્રુષિ કાયદા રદ કરવાની માંગ સાથે સાયકલ યાત્રા લઇ નીકળેલા ખેડૂત આગેવાન સુરેન્દ્રનગર પહોંચ્યાં
  • ચોટીલાથી દિલ્હી સુધી સાયકલ પર યાત્રા કરી રાષ્ટ્રપતિને આવેદન પાઠવશે

ચોટીલાનો ખેડૂત આગેવાન કેન્દ્ર સરકારના નવા ત્રણ ક્રુષિ કાયદા રદ કરવાની માંગ સાથે સાયકલ યાત્રા લઇ નીકળેલા ખેડૂત આગેવાન સુરેન્દ્રનગર પહોંચ્યોં હતો. આ ખેડૂત આગેવાન ચોટીલાથી દિલ્હી સુધી સાયકલ પર યાત્રા કરી રાષ્ટ્રપતિને આવેદન પાઠવશે.

સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂત આગેવાન હરેશભાઇ પુજારા દ્વારા આ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ચોટીલાથી દિલ્હી સુધી સાયકલ યાત્રા કરી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવશે.

સાયકલ યાત્ર લઇ નીકળેલા હરેશભાઇ પુજારા આજે સુરેન્દ્રનગર આવી પહોંચ્યાં હતા જ્યાં ખેડૂત આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. હરેશભાઇ દ્વારા સાયકલ પર દરરોજ સરેરાશ 50 થી 60 કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે. અને આગામી 27 તારીખ આસપાસ દિલ્હી પહોંચશે જ્યાં રાષ્ટ્રપતિને લેખીત આવેદન પાઠવી ક્રુષિ કાયદા રદ કરવાની માંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...