તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવા ખેડૂત એકતા મંચની માંગ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવા ખેડૂત એકતા મંચની માંગ - Divya Bhaskar
મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવા ખેડૂત એકતા મંચની માંગ
  • આ કૌભાંડમાં કુલ રૂપિયા 2.82 લાખ જેટલી રકમની ઉઠાંતરી કરવામાં આવી છે
  • ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા સહીતનઆે દ્વારા કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લામાં મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવા ખેડૂત એકતા મંચની માંગ સાથે ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા સહીતનાઓ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવવામાં આવ્યું હતુ.જેમાં આ કૌભાંડમાં કુલ રૂપિયા 2.82 લાખ જેટલી રકમની ઉઠાંતરી કરવામાં આવી હોવાની ઉગ્ર રજૂઆત કરી કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને જેલભેગા કરવામાં આવે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, લખતર સહીતના તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત મસમોટા કૌભાંડ થયા હોવા અંગે અગાઉ ખેડૂત એકતા મંચ દ્વારા લેખીત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા સહીતનઓ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવ્યું હતુ.

અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અણીયાળી, નાની મોરસલ અને ગઢડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત કૌભાંડ અંગે પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેમાં કુલ રૂપિયા 2.82 લાખ જેટલી રકમની ઉઠાંતરી કરવામાં આવી છે. ત્યારે કૌભાંડ અંગે ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને જેલભેગા કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...