કાર્યવાહી કરવા માગ:આધેડની લાશ લઇને પરિવારજનો ગાંધી હોસ્પિટલે આવતા તંત્રમાં દોડધામ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરલા ગામના આધેડને ઉઠાવી લઇ ગયા બાદ મોત થતા ચકચાર
  • 2 પોલીસ સહિત અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા મૃતકના પુત્રની માંગ

મૂળી તાલુકાના સરલા ગામના આધેડનું મોત થતા ચકચાર ફેલાઇ હતી. ત્યારે પરિવારજનો આધેડની લાશ લઇને ગાંધી હોસ્પિટલે દોડી આવતા તંત્રમાં દોડધામ મચી હતી. અને બે પોલીસ કર્મી સહિત અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા મૃતકના પુત્રએ માંગ કરી હતી. અને અંતે લાશને પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.

મુળી તાલુકાનાં સરલા ગામે રહેતા અને ખેતમજુરી કરતા દેવજીભાઈ જેસીગભાઈ બાવળીયાનાં 25 વર્ષિય પુત્ર અમિતને જામખંભાળીયા તાલુકાનાં કલ્યાણપુર ગામે રહેતી પરણિત યુવતિ સાથે પ્રેમસંબધ બંધાતા બન્ને જણા થોડા પહેલા ભાગી છુટ્યા હતા. જેથી યુવતિનાં સગા દ્વારા ગુરૂવારે વહેલી સવારે અમિતનાં પિતા દેવજીભાઇ બાવળીયા તેમજ તેનાં મિત્ર દિપકભાઇને ગાડીમાં બેસાડી દુધઇ વાડીમાં તેમજ સરલા ગામે કારખાનામાં લઇ જઇ માનસિક રીતે હેરાન પરેશાન કરતા બન્ને જણા હતપ્રત બની ગયા હતા.

બાદમાં કોઇ કારણસર દેવજીભાઇનું મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. બનાવને પગલે ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ દોડી ગયા હતા.બીજી તરફ શુક્રવારે દેવજીભાઇની લાશને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે લાવવામાં આવતા સ્થાનિક પોલીસતંત્રમાં દોડધામ મચી હતી.

બનાવના પગલે પીએસઆઈ આર.જી.ઝાલા સહિતની ટીમે હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને પીએમની માંગ તેમજ આ બનાવમાં બે પોલીસ તેમજ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી નહી કરવામાં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. અંતે મૃતકની લાશને પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.

​​​​​​​દબાણો-ધમકી આપતા મારા પિતાનું મોત થયુ
જામખંભાળીયા પરિણીત યુવતી સાથે મે લવ મેરેજ કર્યા હતા. સામેવાળા અને બે પોલીસવાળા મારા ભાઈને પૂછપરછ માટે લઇ ગયા હતા. બાદ મારા પિતાને અને મારા મિત્રને પણ પૂછપરછ કરવા લઇ ગયા અને આ લોકોએ દબાણો-ધમકી આપપતા મારા પિતાને હૃદયરોગની અસર થઇ અને મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...