સુરેન્દ્રનગર શહેર એફપીએસ એસોસીએશને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.જેમાં કોરોના પિડીત એફપીએસ દુકાનદારોના પરીવારને હજુ સુધી સરકારે મંજુર કરેલી સહાય મળી નથી.આથી વહેલી તકે લાભ અપાવવા માંગ કરાઇ હતી.
સુરેન્દ્રનગર શહેર એફપીએસ એસોસીએશન પ્રમુખ ગુજાનનભાઇ ચૌહાણ,ઉપપ્રમુખ કાદરભાઇ જીંદાણી સહિત આગેવાનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ સુરેન્દ્રનગરના કોરોના પીડિત દુકાનદારોના પરિવારને સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ 25 લાખની સહાયની રકમ મોટાભાગનાને મળી નથી.આઅંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતા આજ સુધી ફક્ત આશ્વાસન જમળ્યુ છે.
તા.19-2-2022 શનિવાર એક દિવસ દુકાન વ્યવસ્થાથી અળગા રહી એક દિવસના પ્રતિક હડતાલમાં જોડાઇએ છીએ.જ્યારે દુકાનદારો દ્વારા વિતરણ કરવામાં આવતા જથ્થામાં એક ટકો વિતરણ ઘટ પડે છે.જેના પરીણામે ફિઝીકલ સ્ટોક અને ડેસબોર્ડ ઉપરનો સ્ટોક તફાવત આવે છે તે યોગ્યકરવામાંગ કરાઇ હતી.જ્યારે તા.1-2-22થી કેરોસીન વિક્રેતાઓને ઝોનલમાંથી કેરોસીન ફાળવણી નહીં કરાયનું જણાવાયા બાબતે પણ યોગ્ય કરવા જણાવાયુ હતુ. આથી કોરોનાકાળમાં જે દુકાનદારોએ કામગીરી કરી અને પોતાના સ્વજન ગુમાવ્યા છે તે પરીવારને ન્યાય આપવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.