તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારજનોનો આક્ષેપ:સુરેન્દ્રનગરમાં કોરોના દર્દીને સારવાર ન મળતાં મોત થયાનો પરિવારજનોને આરોપ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એમ્બ્યુલન્સમાંથી દર્દીને સ્ટ્રેચરમાં લેવાની તંત્રે કાર્યવાહી કર્યાની રાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે મોત પણ થઇ રહ્યાં છે. ત્યારે કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ગાંધી હોસ્પિટલ બાદ સીયુશાહ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીને સારવાર ન મળતા મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર ફેલાઇ હતી.

મને 15 થી 20 મિનીટ પહેલા જાણ કરાઇ હતી : ડોકટર
મને 15 થી 20 મિનીટ પહેલા જાણ કરાઇ હતી : ડોકટર

સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં રવિવવારની મોડી રાત્રે કોરોગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ એક કલાક સુધી ડોકટરની ટીમ દ્વારા સારવાર આપવામાં ન આવતા મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ વૃદ્ધા 75 વર્ષના તેમજ 6 દિવસ પહેલા કોરોના પોઝિટીવ આવતા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.ત્યારબાદ તેઓની વધુ તબિયત બગડતા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં રિફર કર્યા હોવાનું બહાર આવ્યુ હતુ.

આ ઘટનાના પગલે રોષે ભરાયેલા પરિવારજનોએ જણાવ્યુ કે, આ બનાવમાં અમારો કે હોસ્પિટલવાળાનો વાંક ? એમ્બ્યુલન્સમાંથી દર્દીને સ્ટ્રેચરમાં પણ લેવાની હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આ માટે ડોકટરને પણ જાણ કરવામાં આવી હતી. ફરજ પરના ડોકટરે જણાવ્યું કે, મને 15 થી 20 મિનીટ પહેલા જાણ કરવામાં આવી હતી. મારી પાસે બે દર્દીઓ હતા જેમાં એક દર્દીને ઉપર રિફર કરાયુ હતુ. સ્ટ્રેચર પણ મંગાવ્યુ હતુ પરંતુ અહીં બે જ પટ્ટવાળા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો